ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 467 અંક વધી 57398 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 139 અંક વધી 17095 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, NTPC, ITC, M&M સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.