શેરબજાર: સેન્સેક્સ 488 અંક વધ્યો, નિફ્ટી 17790 પર બંધ..

0
14
ટાઈટન કંપની, મારૂતિ સુઝુકીના શેર વધ્યા,ડો.રેડ્ડી લેબ્સ, એચડીએફસી, નેસ્લે, બજાજ ફિનસર્વ, HULના શેર ઘટ્યા
ટાઈટન કંપની, મારૂતિ સુઝુકીના શેર વધ્યા,ડો.રેડ્ડી લેબ્સ, એચડીએફસી, નેસ્લે, બજાજ ફિનસર્વ, HULના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 488 અંક વધી 59677 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 144 અંક વધી 17790 પર બંધ રહ્યો હતો. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 265 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.સેન્સેક્સ પર ટાઈટન કંપની, એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 10.69 ટકા વધી 2376.20 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 5.32 ટકા વધી 878.15 પર બંધ રહ્યું હતું. ડો.રેડ્ડી લેબ્સ, એચડીએફસી, નેસ્લે, બજાજ ફિનસર્વ, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 1.31 ટકા ઘટી 4892.25 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 0.71 ટકા ઘટી 2728.75 પર બંધ રહ્યો હતો.BSE પર કારોબાર દરમિયાન 346 શેર્સ 52 સપ્તાહના ઉપરના સ્તર પર અને 15 શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 458 શેર્સમાં અપર સર્કિટ લાગી. જ્યારે 145 શેર્સમાં લોઅર સર્કિટ લાગી. આ પહેલા બુધવારે સેન્સેક્સ 555 પોઈન્ટ એટલે કે 0.93 ટકા ઘટી 59189 પર અને નિફ્ટી 176 પોઈન્ટ એટલે કે 0.99 ટકાના ઘટાડા સાથે 17646 પર બંધ થયો હતો.આ પહેલા અમેરિકાના શેરબજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.30 ટકા વધી 34417 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.47 ટકાના વધારા સાથે 14501 અને S&P 500 0.41 ટકા વધી 4363 પર બંધ થયું.