Monday, October 5, 2026
HomeGujaratસુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત,પરિવારે માસૂમની આંખો દાન કરી

સુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત,પરિવારે માસૂમની આંખો દાન કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરતના સિટી લાઈટના સૂર્ય પ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષનું બાળક માસુમ કચડાય ગયું હતું. ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ માસૂમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પીડિત પિતાએ જણાવ્યું હતું કે, ‘અમે દીકરો ગુમાવ્યો છે પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે, તો અમને જોશે, બસ એ જ અમારી યાદ રહેશે’તેમ કહી સાડા ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વિકારી હોવાનું ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે, બાળકોની આંખો ભાગ્યે દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.મનીષ જૈન (મૃતક બાળકના પારિવારિક મિત્ર) એ જણાવ્યું કે, ઘટના ગુરુવારની સાંજે બની હતી. માસુમ સેવર (ઉ.વ. 3.5) કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળ મિત્રો સાથે રમતો હતો. ત્યારબાદ કોઈ સફેદ કલરની કાર સેવરને કચડી ને ભાગી ગઈ હતી. બાળકોના કલ્પાંતને લઈ સોસાયટીવાસીઓ ભેગા થઈ ગયાં હતાં. સેવરને લોહીના ખાબોચિયામાં જોઈ ધ્રુજી ગયાં હતાં. તાત્કાલિક પરિવારને જાણ કરતા આખું પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઉડી ગયાં હતાં. માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધુસ્કે ધુસ્કે રડી પડ્યું.સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. 15 વર્ષથી સુરતમાં રહે છે. ત્રણ સંતાનોમાં સાડા ત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દીકરો હતો. માસુમ સેવરની જિંદગી કચડી નાખનાર કાર ચાલક CCTV માં કેદ થઈ ગયો છે. જેની ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.કાર ચાલક માસૂમની જિંદગીને કચડી નાખ્યા બાદ ઉભો પણ ન રહ્યો નહોતો. શોકમાં ડૂબેલા પરિવારે માસૂમ સેવરની આંખ ડોનેટ કરી પુત્રને જીવંત રાખ્યો છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. તેજશ ચૌહાણે આંખ ડોનેટ માટે મદદરૂપ થયા અને પોસ્ટ મોર્ટમ કરી આપતા અંતિમ વિધિ કરાઈ હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here