Saturday, October 10, 2026
HomeGujaratપરમ તત્વ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

પરમ તત્વ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે. ઉષા,જાગૃતિ,સંધ્યા,નિશા અને નિદ્રા-પ્રકૃતિ પંચક છે.ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા ન જોઈએ. અનેક સંતો-મહંતો નામી કલાકારો અને શબ્દ સાધકોની બહોળી હાજરી વચ્ચે અત્રે મેદાન ઘાટકોપર ખાતેચાલતી રામકથા સાતમા દિવસમાં પહોંચી ત્યારે જણાવ્યું કે આપણે બધાએ રાષ્ટ્રને માતા પણ કહી છે અનેપિતા પણ કહ્યું છે.વંદે માતરમ કહી અને બંકિમ બાબુએ મા ના રૂપમાં વંદના કરી છે.રાષ્ટ્ર પિતા પણ છે,પુરુષ છે.સારા વક્તવ્યના માલિક રાષ્ટ્રપુરુષ દિવંગત અટલ બિહારી બાજપાઈએ રાષ્ટ્રને રાષ્ટ્રપુરુષ કહ્યું છે.એમાં મસ્તક, કાન,ખભા,કટી ભાગ,ચરણ શું છે એની આખી છબી પણ રજૂ કરી છે.બહુધા મા ક્યારેય બાપ નથી બની શકતી,બાપ ક્યારેય મા નથી બની શકતો.પરંતુ પરમ તત્વ,ઈષ્ટ,દેવ,ગુરુ,ઇષ્ટ શાસ્ત્ર-જે પરમ છે એ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે. પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે.આથી જ પરમ પવિત્ર,પરમપાલન,પરમભાવન,પરમ કરુણા,પરમ પ્રેમ,પરમ તીર્થ,પરમ મંત્ર,પરમસુત્ર,પરમ ગ્રંથ.. આવા ઘણા અર્થ થાય.પરમ છે જે આપણી માતા બની શકે છે રાષ્ટ્ર પણ પરમ છે એટલે જ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ..પરમાત્માને એવું કહેવાય છે.પરમાત્મા આપણા માટે બધું જ છે પરંતુ પરમપુરુષ મળી જાય તો સમજો કે આપણને મા,સખા,ભાઈ,ભગિની બધું જ મળી ગયું છે. પ્રકૃતિમાં પણ એક માતૃ પંચક છે જેને આપણે પ્રકૃતિ પંચક કહી શકીએ. જેમાં છે:ઉષા-ઉષા તત્વ માતા છે.ઓશો જેને અમૃત વેળા કહે છે.આપણે છેલ્લી વખત સૂર્ય ક્યારે જોયો હશે!કોઈ જાણતું નથી,સતત દોડધામ..સાથે-સાથે બાપુએ જણાવ્યું કે ફરી એક વર્ષ પછી બોરીવલીમાં કથા ગાનનો મનોરથ છે . મન,બુદ્ધિ,ચિત રાખવું પણ અહંકારને ઓવરટેક કરી જાઓ. જાગૃતિ આપણી માતા છે.એટલે જ કઠોપનિષદનો મંત્ર ઉત્તિષ્ઠત: જાગ્રત: પ્રાપ્ય વરાનિબોધત.. ને પોતાનો જીવન મંત્ર વિવેકાનંદજીએ બનાવ્યો. સંધ્યા માતા છે.સંધ્યા વખતે ઈશ્વર અને હરિના નામનું સ્મરણ વધારે ફળદાઈ છે.કવિ દાદે સંધ્યા ઉપર પદ પણ લખ્યું છે. એ જ રીતે નિશા એટલે કે રાત્રી પણ માતા છે.ભજન પુરુષો રાત્રીના જાગતા હોય છે. નિંદ્રા એ આપણી મા છે.જે દિવસભરનો થાક ઉતારી આપે છે. એ જ પ્રકારે બીજું એક માતૃ પંચક જેમાં એક માતા રામ તુ,લક્ષમણમાતુ,ભરત માતા,હનુમંત માતા અને સીતા માતાનું માતૃ પંચક છે. બાલકાંડમાં ત્રણ વખત પ્રગટ શબ્દ આવ્યો છે જે યજ્ઞ,દાન અને તપ તરફ સંકેત કરે છે.આ ત્રણેય વસ્તુ બુદ્ધિમાનની બુદ્ધિને વારંવાર શુદ્ધ કરે છે.એટલે જ ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા ન જોઈએ. રામ પ્રાગટ્ય પછી જાણે એક મહિનાનો દિવસ થયો.ચારે રાજકુમારોનો નામકરણ સંસ્કાર થયો . નામકરન કર અવસર જાની; ભૂપ બોલે પઠએ મુનિ ગ્યાની, જો આનંદ સિંધુ સુખ રાસિ; સિકર તૈ ત્રૈલોક સુપાસી, સો સુખ ધામ રામ અસ નામા; અખિલ લોક દાયક વિશ્રામા ચુડાકરણ અને ગુરુ પાસે વિદ્યાસંસ્કાર માટે ગયા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here