
અમદાવાદ: નિકોલમાં ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ દ્વારા તથા ખોડલધામ સમિતિ અમદાવાદના વરપક્ષ યજમાન પદે, આગામી તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ (શુક્રવાર) ના રોજ ભોજલરામ આશ્રમ, નિકોલ ખાતે ૧૬માં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: નિકોલમાં ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ દ્વારા તથા ખોડલધામ સમિતિ અમદાવાદના વરપક્ષ યજમાન પદે, આગામી તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ (શુક્રવાર) ના રોજ ભોજલરામ આશ્રમ, નિકોલ ખાતે ૧૬માં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગના ભાગરૂપે આજરોજ સોમવારે બહેનો દ્વારા પરંપરાગત ગીતો અને અત્યંત ઉત્સાહ સાથે ‘વાના રસમ’ નો કાર્યક્રમ ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને આનંદમય વાતાવરણમાં ઉજવ્યો હતો.
