WHOએ મલેરિયાની પહેલી વેક્સિનને મંજૂરી આપી, આફ્રિકી દેશોમાં શરૂઆત થશે

0
16
મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત દેશો માટે વેક્સિન મોટી આશા લઈને આવી છે
મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત દેશો માટે વેક્સિન મોટી આશા લઈને આવી છે

દુનિયામાં મલેરિયાની પહેલી વેક્સિન RTS,S/AS01ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મંજૂરી આપી દીધી છે. મલેરિયાના સૌથી વધુ પ્રભાવી આફ્રિકી દેશોમાં વેક્સિનની શરૂઆત થશે. ત્યાર બાદ WHOનું ફોકસ દુનિયાભરમાં મલેરિયા વેક્સિન બનાવવા માટે ફન્ડિંગ ભેગું કરવાનું હશે, જેથી એ દરેક દેશ સુધી પહોંચી શકે.ત્યાર બાદ સંબંધિત દેશોની સરકાર નક્કી કરશે કે મલેરિયાને કંટ્રોલ કરવાના પ્રયત્નોમાં વેક્સિનને સામેલ કરે છે કે નહીં. WHOએ કહ્યું હતું કે મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત દેશો માટે વેક્સિન મોટી આશા લઈને આવી છે.5 વર્ષ સુધીનાં બાળકોને મલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે. દર બે મિનિટે એક બાળક મલેરિયાથી મૃત્યુ પામે છે. મલેરિયાથી 2019માં વિશ્વભરમાં 4.09 મિલિયન લોકોનાં મોત નોંધાયાં હતાં, જેમાંથી 67 ટકા 5 વર્ષથી ઓછી વયનાં બાળકો હતાં. ભારતમાં 2019માં મલેરિયાના 3 લાખ 38 હજાર 494 કેસ નોંધાયા હતા અને 77 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ મલેરિયાથી મૃત્યુ થયાં છે, 2015માં 384 મૃત્યુ નોંધાયા હતા. ત્યારથી મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો થયો છે.મલેરિયાની વેક્સિન RTS,S/AS01નો ઉપયોગ 2019માં ઘાના, કેન્યા અને માલાવીમાં પાયલોટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. 23 લાખ બાળકોને આપવામાં આવેલી વેક્સિનનાં પરિણામોના આધારે WHOએ હવે આ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું ઉત્પાદન સૌપ્રથમ GSK કંપનીએ 1987માં કર્યું હતું.પાયલોટ પ્રોજેક્ટનાં પરિણામો પ્રમાણે મલેરિયાની વેક્સિન સુરક્ષિત છે અને એનાથી 30% ગંભીર કેસ રોકી શકાય છે. જે બાળકોને વેક્સિન આપવામાં આવી એમાંથી બે તૃતીયાંશ બાળકો એવાં હતાં જેમના પાસે મચ્છરદાની નહોતી. એ પણ સામે આવ્યું છે કે મલેરિયાની વેક્સિનથી બીજી વેક્સિન્સ તથા મલેરિયા રોકવાના અન્ય ઉપાયો પર કોઈ નેગેટિવ અસર નથી થતી.