ત્રીજી લહેરની ચેતવણી:આ જ મહિને આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર,ઓક્ટોબરમાં સ્થિતિ ખરાબ થશે

0
27
પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલમાં આજથી સ્કૂલો શરૂ થશે
પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલમાં આજથી સ્કૂલો શરૂ થશે

ભારતમાં કોરોનાની બીજી લહેર આંશિક શાંત થઈ છે, ત્યારે ત્રીજી લહેરની ચેતવણી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે કોરોનાની ત્રીજી લહેર આ જ મહિને, એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે, જેમાં રોજના એક લાખ કોરોનાના કેસો સામે આવશે. દેશમાં રવિવારે 40,627 નવા કેસો સામે આવ્યા અને 424 લોકોનાં મોત થયાં, જ્યારે 36,627 સંક્રમિત કોરોનાથી સાજા થયા છે. નિષ્ણાતોના મત અનુસાર, ઓગસ્ટ મહિનામાં શરૂ થનારી ત્રીજી લહેર ઓક્ટોબરમાં પીક પકડશે. બીજી લહેરમાં ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતાં કેન્દ્રએ આ વખતે તમામ રાજ્યોને દવા સહિત અન્ય મેડિકલ સામાન ઉપલબ્ધ રાખવાનો પહેલેથી નિર્દેશ જાહેર કર્યો છે.જોકે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહિ હોય. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં રોજના 4 લાખ કેસો સામે આવતા હતા, પરંતુ ત્રીજી લહેરમાં વધુ કેસો સામે આવે એવી સંભાવના ઓછી છે. કોરોનાની સ્થિતિ વિશે અનુમાન લગાવનારા નિષ્ણાતોનું મૂલ્યાંકન એક ગાણિતિક મોડલ પર આધારિત હતું. મેમાં IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસનો પ્રકોપ આવનારા દિવસોમાં ગાણિતિક મોડલના આધારે ગંભીર હશે.પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલમાં આજથી સ્કૂલો શરુ થવા જઈ રહી છે. પંજાબમાં દરેક સરકારી તેમજ પ્રાઈવેટ સ્કૂલો ખોલવામાં આવી છે. શિક્ષામંત્રીએ જણાવ્યું હતું કે જેમણે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લગાવ્યા હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. ઉત્તરાખંડમાં 9થી 12 ધોરણ સુધીની સ્કૂલો ખોલવામાં આવી છે. શિક્ષામંત્રી એ જણાવ્યું હતું છે કે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે તેઓ પોતાનો RT-PCR રિપોર્ટ બતાવીને પ્રવેશ લઈ શકશે. 5થી 8 ધોરણના વિદ્યાર્થીઓ શિક્ષક સાથે પરામર્શ કરવા સ્કૂલ પર આવી શકશે.કેરળમાં રવિવારે 20,728 કેસ સામે આવ્યા છે. એની સાથે જ ત્યાં એક્ટિવ કેસોની સંખ્યા 1,67,380 થઈ ગઈ, અને 56 લોકોનાં કોરોનાને લીધે મોત થયાં, જ્યારે 17,792 લોકો સાજા થયા.