સુરતમાં વર્ષના થર્ટી ફર્સ્ટે પોલીસે દારૂ પીને નિકળેલા 210 સામે કેસ કર્યા, 240 આરોપીની અટકાયત કરી

0
6
પોલીસે પીધેલાના 210 લોકો સહિત 240 આરોપીની અટક કરવામાં આવી હતી
સુરતમાં થર્ટી ફસ્ટના દિવસે સુરત પોલીસ એલર્ટ મોડમાં રહી હતી. સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત વાહન ચેકિંગ તેમજ પ્રથમવાર એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ કરીને લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

સુરત : કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ પાર્ટી માટેના સુરતમાં ઠેર ઠેર આયોજન થયા હતા. આ પાર્ટીમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન ન થાય કે, લોકો દારૂ, ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરી બહાર ન ફરે તેની પર ખાસ નજર રાખવામાં આવી હતી.જેને લઇ સુરત પોલીસ દ્વારા સમગ્ર સુરતમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો આ સાથે સુરતમાં ગેરકાયદેસર દારૂ વેચનારા ઉપર પણ પોલીસની ચાંપતી નજર રહી હતી. જે અંતર્ગત સુરતમાં થર્ટી ફસ્ટના દિવસે પોલીસે જુદી જુદી જગ્યાએ મળી દારૂના કુલ 277 કેસો કરવામાં આવ્યા હતા.જ્યારે એક જ દિવસમાં પોલીસે પીધેલાના 210 લોકો સહિત 240 આરોપીની અટક કરવામાં આવી હતી.સુરતમાં થર્ટી ફસ્ટના દિવસે સુરત પોલીસ એલર્ટ મોડમાં રહી હતી. સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત વાહન ચેકિંગ તેમજ પ્રથમવાર એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ કરીને લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. દિવસ દરમ્યાન પોલીસે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકિંગ સહિતની કામગીરી પણ કરી હતી. આ દરમ્યાન થર્ટી ફસ્ટના દિવસે સુરત પોલીસે જુદી જુદી જગ્યાએ દારૂ વેચતા હોવાની માહિતી મળતા તેઓની સામે કેસો પણ કર્યા હતા. જે અંતર્ગત પોલીસે થર્ટી ફર્સ્ટ ના એક જ દિવસમાં દારૂના કુલ ૨૭૭ કેસો કર્યા હતા.જેમાં દેશી દારૂના કુલ ૫૯ કેસો કર્યા હતા.જેમાં ૭૦૭ લીટર દેશી દારૂ, ૨૭૯૦ રસાયણના લીટર જેની કુલ કિમંત ૧૯,૭૨૦ રૂપિયા તથા ઈંગ્લીશ દારૂના ૮ કેસો કરવામાં આવ્યા હતા.31 ની પાર્ટીને લઇ લોકો દારૂ ડ્રગ્સ અને નશીલા પદાર્થનું સેવન કરીને આ પાર્ટીને આનંદ માણવાનું કે ઉજવણીમાં ભાગ લેવાનો પ્રયાસ દર વર્ષે કરતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા લોકો સામે ખાસ નજર રાખી તેમની સામે કડક કાર્યવાહી કરવાના પ્રયત્ન કરે છે. જે અંતર્ગત પોલીસે 31માં આ વખતે એક જ દિવસમાં અનેક લોકોને દારૂ અને અન્ય નશીલા પદાર્થના સેવન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સુરતમાં એક દિવસમાં પીધેલા ૨૧૦ સહીત કુલ ૨૪૦ આરોપીઓ અટક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રોહીબીશનની પ્રવુતિ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા દિવસ દરમ્યાન કરેલી કાર્યવાહીમાં પોલીસે બાઈક, મોબાઈલ ફોન, દારૂનો જથ્થો મળી કુલ ૨.૧૯ લાખની મત્તા કબજે કરી હતી.