ટ્રુફ્લો બાય હિંદવેરે ઇન્ડિયાસ્કિલ્સ ખાતે પ્લમ્બિંગ અને હીટિંગ વિજેતાઓને બહુવીધ ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ સાથે
સન્માનિત કર્યાં તેમજ તેલંગાણામાં તેના આધુનિક ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત
કુલ 29 પ્રાદેશિક વિજેતાઓમાંથી ફાઇનલ રાઉન્ડ માટે 9 ક્વોલિફાઇ થયાં
ટોચના નવ નેશનલ પ્લમ્બિંગ અને હીટિંગ ફાઇનલિસ્ટ કેરળ, મિઝોરમ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા
અને આંદામાનના છે
રાષ્ટ્રીય, 17 જાન્યુઆરી, 2022: અગ્રણી પીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સ કંપની ટ્રુફ્લો બાય હિંદવેરએ દેશની સૌથી
મોટી સ્કિલ કોમ્પિટિશન ઇન્ડિયાસ્કિલ્સ કોમ્પિટિશન, 2021 માટે ઇન્ડિયન પ્લમ્બિંગ સ્કિલ્સ કાઉન્સિલ
(આઇપીએસસી) સાથે ભાગીદારી કરી છે. આ કાર્યક્રમનું આયોજન મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ
આંત્રપ્રિન્યોરશીપ (એમએસડીઇ)ના માર્ગદર્શન હેઠળ કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ માટેની નોડલ એજન્સી
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ
સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ (એમએસડીઇ)ના સચિવ રાજેશ અગ્રવાલ દ્વારા વિજેતાઓનું સન્માન
કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયાસ્કિલ્સ નેશનલ્સ ખાતે નવ નેશનલ પ્લમ્બિંગ એન્ડ હીટિંગ ફાઇનલિસ્ટ બુટ કેમ્પ્સ તથા પ્રોજેક્ટ-આધારિત
ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ અને કોર્પોરેટ ટ્રેનિંગ જેવા પ્રોગ્રામ દ્વારા મલ્ટી-લેવલ ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ પ્રાપ્ત કરશે. વધુમાં
ટ્રુફ્લો તેલંગાણામાં તેના આધુનિક ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત પણ ઓફર કરી રહ્યું છે. ટ્રુફ્લો આધુનિક પ્લમ્બિંગ
પદ્ધતિઓ ઉપર તાલીમ પ્રદાન કરશે તથા પ્લમ્બર્સને નવી પ્રોડક્ટ્સ તેમજ શ્રેષ્ઠ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ શીખવામાં મદદ
કરશે.
બ્રિલોકા લિમિટેડના સીઇઓ રાજેશ પાંજોએ જણાવ્યું હતું કે, અમે આઇપીએસસી અને ઇન્ડિયાસ્કિલ્સ કોમ્પિટિશન
સાથે પ્લમ્બિંગ એન્ડ હીટીંગ સેગમેન્ટ માટે પાર્ટનર્સ તરીકે ભાગીદારી કરતાં ગૌરવ અનુભવીએ છીએ. છેલ્લાં કેટલાંક
મહિનાઓમાં ઇન્ડિયાસ્કિલ્સ કોમ્પિટિશન દરમિયાન અમે પ્રાદેશિક સ્તરે તથા મૂલ્યાંકનના અંતિમ
રાઉન્ડ્સમાં અભુતપૂર્વ પ્રતિભાઓ જોઇ છે. ટ્રુફ્લો બાય હિંદવેર ઇન્ડિયાસ્કિલ્સ પ્રોગ્રામને સપોર્ટ કરવા ગર્વ અનુભવે
છે કારણકે તે યુવાન પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રસ્થાપિત કરવાનો માર્ગ મોકળો બનાવે છે.
ઇન્ડિયન પ્લમ્બિંગ સ્કિલ્સ કાઉન્સિલ (આઇપીએસસી)ના ચેરમેન ડો. આરકે સોમાણીએ જણાવ્યું હતું કે, પ્લમ્બિંગ
એક આવશ્યક કૌશલ્ય છે અને તેની સાથે આદર અને ગરિમાપૂર્ણ વ્યવહાર થવો જોઇએ. ઇન્ડિયાસ્કિલ્સ કોમ્પિટિશન
જેવાં પ્લેટફોર્મ્સ પોતાના જુસ્સાને આગળ ધપાવવા ઇચ્છતા યુવાનોને આત્મવિશ્વાસ અને આશાનું કિરણ આપે છે.
આ કોમ્પિટિશન ભારતની ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે તેમજ વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર અભ્યાસ અને
એક્સપોઝર પ્રદાન કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટ્રુફ્લો બાય હિંદવેરએ પ્લમ્બિંગ સમુદાયના સ્કિલ અને અપસ્કિલ
માટે સંખ્યાબંધ પહેલ કરી છે તથા અમને ખુશી છે કે તેઓ ભવિષ્યમાં પણ ભાગીદારી ચાલુ રાખશે.
વિવિધ કેટેગરીમાં ટોચના 9 નેશનલ ફાઇનલિસ્ટમાં કેરળના આદર્શ સી એસ, મિઝોરમના આલ્બર્ટ લાલ્ફાકવામા,
મહારાષ્ટ્રના અર્જૂન મોગારે અને હનિફ બેલીમ, ઉત્તર પ્રદેશના માન્તુ ગુપ્તા, આંદામાનના શ્રીમાંતો દાસ, ઓરિસ્સાના
રિન્કી મહતો અને સુબ્રત કુમાર તથા તમિળ નાડુના પ્રગદિશ્વરન આરજે સામેલ છે. અંતિમ રાઉન્ડ પૂર્ણ થયાં બાદ
કેરળના આદર્શ સી એસએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે કે તમિળ નાડુના પ્રગદિશ્વરને સિલ્વર તથા ઓરિસ્સાના
સુબ્રત કુમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
આ ત્રણ દિવસીય કોમ્પિટિશનમાં 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ઇન્ડિયાસ્કિલ્સ નેશનલ્સના વિજેતા અને રનર્સ-અપ ઓક્ટોબર 2022માં શાંઘાઇમાં યોજાનારી વર્લ્ડ સ્કિલ્સ
કોમ્પિટિશન માટે વધુ તાલીમ મેળવશે, જ્યાં આમાંથી એક સ્પર્ધક પ્લમ્બિંગ અને હીટિંગ માટે ભારતનું પ્રતિનિધિત્વ
કરશે.