Friday, October 30, 2026
HomeGujaratવલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી

Date:

Related stories

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું માળખું (સ્કેફોલ્ડિંગ) અચાનક તૂટી પડતાં પાંચ જેટલા શ્રમિકો તેની નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા.મળતી માહિતી મુજબ, કૈલાશ રોડ ઉપર બની રહેલા બ્રિજના બે પિલર વચ્ચેના ભાગે માળખું ઊભું કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આ માળખું તૂટી પડ્યું હતું, જેના કારણે પાંચેક જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે તત્કાળ બચાવ કામગીરી હાથ ધરીને પાંચેય શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ બ્રિજ નિર્માણનું હજી કાર્ય પૂર્ણ થાય તે પહેલા જ દુર્ઘટના સર્જાતા કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here