અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 6 નવેમ્બરના રોજ યોજાનારા મિડ-ટર્મ ઇલેક્શનની રેલીમાં ડેમોક્રેટ્સ પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે ચૂંટણી રેલીમાં કહ્યું કે, ડેમોક્રેટ્સ કદાચ અમેરિકામાં આશ્રય ઇચ્છતા તમામ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ માટે ચાદર બિછાવશે અને તેઓના બાળકોને યુએસ સિટિઝનશિપ આપશે. આ જ બાળકો ભવિષ્યમાં અમેરિકન વર્કર્સને પગાર આપતા હશે. બુધવારે ફ્લોરિડામાં આયોજિત એક કેમ્પેઇન ઇવેન્ટમાં ટ્રમ્પે કહ્યું કે, વિરોધ પક્ષ એક પછી એક કારવાંને અમેરિકામાં પ્રવેશ આપતા જ રહે છે, જેઓ દેશમાં ગુનાખોરીમાં વધારો કરે છે અને અમેરિકન્સ રિસોર્સમાં ઘટાડો કરી રહ્યા છે. બીજી તરફ, રિપબ્લિકન્સ મજબૂત બોર્ડર, ઝીરો ક્રાઇમ, અને ઝીરો માઇગ્રન્ટ્સ ઇચ્છે છે. આ ચૂંટણી રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, ડેમોક્રેટ્સને આપેલો તમારો એક મત અમેરિકાની બોર્ડરને નબળી બનાવવા માટે પુરતો છે. આ ઉપરાંત ટ્રમ્પે બોર્ડર પર માઇગ્રન્ટ્સને અટકાવવા માટે વધુ 15,000 મિલિટરી ગોઠવવાની પણ જાહેરાત કરી છે.
US: ટ્રમ્પના બોર્ડર બ્લોકના આદેશ બાદ ઇમિગ્રન્ટ્સને અટકાવવા 5,200 સૈનિકો ગોઠવાયા
ગેરકાયદેસર માઇગ્રન્ટ્સથી ગુનાખોરી વધી રહ્યાનો ઉલ્લેખ
– ચૂંટણી રેલીમાં ટ્રમ્પે વધુ એકવાર ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેલા માઇગ્રન્ટ્સથી દેશમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
– ટ્રમ્પે કહ્યું કે, કારવામાં સામેલ સ્ત્રી અને બાળકો સહિત જેટલાં પણ લોકો છે તેઓ ‘દેવદૂત’ નથી.
– ઇમિગ્રેશન પોલીસીમાં સુધારાની વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, ટૂંક સમયમાં આપણે ચોક્કસથી બર્થરાઇટ સિટિઝનશિપનો અંત લાવીશું.
– આગામી મિડ-ટર્મ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે આ વખતે ઇમિગ્રેશન ડિમાન્ડમાં ‘બર્થરાઇટ સિટિઝનશિપ’ના મુદ્દાને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કર્યો છે.
– ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હાલ આ મુદ્દે એક્ઝિક્યૂટિવ ઓર્ડર તૈયાર કરી રહ્યું છે. જેથી પુરતાં ડોક્યુમેન્ટ્સ વગર પ્રવેશ કરેલાં ફોરેન સિટિઝનના સંતાનોને ભવિષ્યમાં સિટિઝનશિપ ના મળે.
7,000 નિરાશ્રિતોને પ્રવેશ નહીં આપવા ટ્રમ્પની તૈયારીઓ; બોર્ડર બ્લોક કરવાના આદેશ
ઇમિગ્રન્ટ્સથી બિલિયન ડોલરનો ખર્ચ થઇ રહ્યો છેઃ ટ્રમ્પ
– બુધવારે ફ્લોરિડાના એસ્ટરોમાં યોજાયેલા ઇલેક્શન કેમ્પેઇનમાં ટ્રમ્પે કહ્યું કે, ડેમોક્રેટ્સ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આપણાં દેશમાં પ્રવેશ આપી મફતમાં એજ્યુકેશન, હેલ્થકેર અને વોટ આપવાનો અધિકાર ઇચ્છે છે.
– ડેમોક્રેટ્સ ઇચ્છે છે કે, ફોરેન સિટિઝનના બાળકો અમેરિકાના કાયદેસરના નાગરિક બની જાય.
– આ પ્રકારની પોલીસીના કારણે હજારો ગેરકાયદેસર બાળકો દર વર્ષે આપમેળે અમેરિકાના કાયદેસર નાગરિક બની જાય છે. એટલું જ નહીં, તેઓને આપમેળે જ અમેરિકાના નાગરિક તરીકેના તમામ હકો પણ મળી જાય છે.
– જેનો ખર્ચ અમેરિકન વર્કર્સના માથે આવે છે, દર વર્ષે આ ગેરકાયદેસર રીતે આશ્રય ઇચ્છતા ઇમિગ્રન્ટ્સથી બિલિયન ડોલરનો ખર્ચ થઇ રહ્યો છે.
– આજે સવારે ટ્રમ્પે આ મુદ્દે ટ્વીટ પણ કરી હતી – ભૂતકાળમાં ડેમોક્રેટિક પાર્ટીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો કોઇ પણ જાતની કડક મર્યાદાઓ વગર વિરોધ કર્યો છે.
– પેન્ટાગને મંગળવારે 5,200 મિલિટરી બોર્ડર તરફ મોકલી આપ્યા હતા. પ્રેસિડન્ટે કહ્યું કે, આ મિલિટરીની સંખ્યા 15,000 સુધી વધી શકે છે.
– બુધવારે અમુક 2,000 માઇગ્રન્ટ્સ બે ગ્રુપમાં અલ સાલ્વાડોર અને સાન સાલ્વાડોરમાં વહેંચાઇ ગયા હતા.