વાઈબ્રન્ટ સમિટ 17-19 જાન્યુઆરીએ યોજાશે, ફિક્કીની નેશનલ મિટિંગમાં રૂપાણીની જાહેરાત

0
25
MGUJ-AHM-HMU-LCL-vibrant-gujarat-from-17th-to-19th-january-announced-cm-vijay-rupani-in-ficci-gujarati-news-5977026-NOR.html?ref=ht
MGUJ-AHM-HMU-LCL-vibrant-gujarat-from-17th-to-19th-january-announced-cm-vijay-rupani-in-ficci-gujarati-news-5977026-NOR.html?ref=ht

ગુજરાતમાં બીજીવાર યોજાઇ રહેલી આ નેશનલ એક્ઝિક્યુટીવ કમિટી બેઠક આગામી વાયબ્રન્ટ-2019 પૂર્વે યોજાઇ હતી. જેમાં અધ્યક્ષપદે રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી 17થી 19 જાન્યુઆરી, 2019માં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ફિક્કીની સક્રિય સહભાગીતાથી સફળ થશે જ તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો અને તે રાઇટ જોબ ફોર રાઇટ ટાઇમ છે તેમ જણાવ્યું હતું.

ગુજરાતીઓના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતા

મુખ્યમંત્રીએ ગુજરાત દેશના વિકાસમાં રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે તેની વિશદ ભૂમિકા આપતાં કહ્યું કે, ગુજરાતીઓના ડી.એન.એ.માં જ ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે. વ્યાપાર-વણજ ગુજરાતીઓના લોહીમાં છે. ગુજરાત દેશની 5 ટકા વસતિ અને 6 ટકા ભૂમિ ભાગ ધરાવે છે છતાં, દેશના જી.ડી.પી.માં 7.6 ટકા ફાળો આપે છે. નિકાસમાં 22 ટકા, સ્ટોક કેપિટલાઇઝેશનમાં 30 ટકા, ઉત્પાદનમાં 19 ટકા તથા પૂંજી નિવેશમાં 8 ટકા ફાળો ગુજરાત આપે છે.

શાંતિના કારણે બિઝનેશમાં ગુજરાત આગળ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગને અનુકૂળ વાતાવરણ અને એકંદરે શાંતિના કારણે ઇઝ ઓફ ડુંઈગ બિઝનેસમાં ગુજરાત આગળ છે. કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ગુજરાત દેશમાં લીડર છે તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાત ગ્લોબલ લીડર છે. ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય હોવા સાથે ઉદ્યોગોને અનુકૂળ તૈયાર માનવબળ પૂરું પાડવા માટે સ્કીલ ઇન્ડિયા અંતર્ગત યુવાનોને સમયાનુકૂળ તાલીમ આપી સજ્જ બનાવ્યા છે.

ગુજરાતે ઉદ્યોગ અનુકૂળ 23 જેટલી નીતિઓ બનાવી

મુખ્યમંત્રીએ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું કે, ગુજરાતે ઉદ્યોગ અનુકૂળ 23 જેટલી નીતિઓ બનાવી ઉદ્યોગજગતને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો માટે રૂા. 1000 કરોડના કેશ ઇન્સેન્ટિવ આપ્યાં છે. કચ્છ, સાણંદ, વિઠ્ઠલાપુરને ઉદ્યોગ ધંધાથી ધમધમતા કર્યા છે તો ધોલેરામાં સિંગાપોરથી મોટો ઔદ્યોગિક ઝોન ઉભો કરવામાં આવી રહ્યો છે તેની વિગતો તેમણે આપી હતી.

વાઈબ્રન્ટને પગલે 15 વર્ષથી રોજગારીમાં ગુજરાતમાં નં-1

વાઇબ્રન્ટની સફળ શૃંખલાને પગલે છેલ્લા 15 વર્ષથી રોજગારી આપવામાં દેશમાં ગુજરાત નંબર -1 રાજ્ય બની રહ્યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં રૂર્બન યોજના દ્વારા બહેતર સુવિધાઓ પૂરી પાડી ગ્રામીણ સ્થળાંતરને અટકાવ્યું છે તો ગ્રામીણ ક્ષેત્રે સહકારનું માળખું મજબૂત બનાવી ગામો ઇકોનોમિકલ સસ્ટેનેબલ બને તે દિશાના પગલાં લીધા છે તેની ભૂમિકા આપી તેમણે આપી હતી.

ઉદ્યોગપતિ અને ફિક્કીના સભ્યો ઉપસ્થિત રહ્યા

ફિક્કીના રસેશભાઇ શાહે રાજ્ય સરકારની ઉદ્યોગ સાનુકૂળ નીતિઓની સરાહના કરી હતી. તેમણે વાઇબ્રન્ટ સમિટમાં ફિક્કી દ્વારા સંપૂર્ણ સહયોગ સાથે ઉત્સાહથી ભાગ લેવાની ખાતરી આ તકે આપી હતી. ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ કાઉન્સીલની આ બેઠકમાં વાઇસ ચેરમેન સંગીતા રેડ્ડી, ઝાયડસ કેડિલાના પંકજભાઇ પટેલ, રાજીવ વસ્તુપાલ, સંદીપભાઇ સોમાણી તથા દેશભરમાંથી પધારેલા ફિક્કીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.