દિગ્ગજ એક્ટર અરુણ બાલીનું 79 વર્ષની ઉંમરે થયું નિધન

0
12
ટીવીની સાથે-સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું
અરુણ બાલીએ 'રાજુ બન ગયા જેન્ટલમેન', 'ખલનાયક', 'ફૂલ ઔર અંગાર', 'આ ગલે લગ જા', 'પોલીસવાલા ગુંડા', 'સબસે બડા ખિલાડી', 'સત્યા', 'હે રામ', 'ઓમ જય' જગદીશ', 'લગે રહો મુન્ના ભાઈ', 'બર્ફી', 'એરલિફ્ટ', 'રેડી', 'બાગી 2' અને 'પાની' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

મુંબઈ : ઘણા ટીવી શો અને ફિલ્મોમાં શાનદાર એક્ટિંગથી લોકોનાં દિલમાં જગ્યા બનાવનાર પીઢ એક્ટર અરુણ બાલીનું શુક્રવારે, એટલે કે આજે 7 ઓક્ટોબરના રોજ સવારે 4:30 વાગ્યે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ન્યુરોમસ્ક્યુલર રોગથી પીડાતા હતા. આ એક ઓટોઈમ્યુન રોગ છે, જેમાં જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે અવરોધ ઊભો થાય છે. આ કારણે તેમને બોલવામાં તકલીફ પડતી હતી. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેમનું મોત કયા કારણસર થયું હતું. અરુણ બાલીએ 40થી વધુ ફિલ્મો અને 25થી વધુ ટીવી શોમાં કામ કર્યું હતું. અરુણ બાલી બીમાર થતાં પહેલાં ફિલ્મો અને શોમાં એક્ટિવ હતા. જાણીને આંચકો લાગશે કે અરુણ બાલીની ફિલ્મ ‘ ગુડ બાય’ 7 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં અરુણ બાલી નીના ગુપ્તાના પિતાના રોલમાં હતા, દુઃખદ વાત એ છે કે ફિલ્મ રિલીઝના દિવસે જ અરુણ બાલીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. અરુણ બાલીનો જન્મ 1942માં લાહોરમાં થયો હતો. તેમણે 90ના દાયકામાં કરિયરની શરૂઆત કરી હતી. અરુણે ટીવીમાં પોતાના અલગ અલગ પાત્રોથી ઘણું નામ કમાવ્યું હતું. તેમણે ‘નીમ કા પેડ’, ‘દસ્તુર’, ‘ચાણક્ય’, ‘દેખ ભાઈ દેખ’, ‘ધ ગ્રેટ મરાઠા’, ‘શક્તિમાન’, ‘સ્વાભિમાન’, ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુમકુમ-એક પ્યારા સા બંધન’, ‘વો રહને વાલી મહલોં કી’ અને ‘દેવોં કે દેવ મહાદેવ’ સહિત અનેક લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. અરુણે ટીવીની સાથે સાથે અરુણ બાલીએ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ખલનાયક’, ‘ફૂલ ઔર અંગાર’, ‘આ ગલે લગ જા’, ‘પોલીસવાલા ગુંડા’, ‘સબસે બડા ખિલાડી’, ‘સત્યા’, ‘હે રામ’, ‘ઓમ જય’ જગદીશ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘બર્ફી’, ‘એરલિફ્ટ’, ‘રેડી’, ‘બાગી 2’ અને ‘પાની’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. હજુ થોડા સમય પહેલાં જ તેઓ આમિર ખાનની ચર્ચિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં અન્ય એક દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલ સાથે દેખાયા હતા. અમિતાભ સાથેની ‘ગુડ બાય’ તેમની છેલ્લી ફિલ્મ બની રહી.