Tuesday, October 13, 2026
HomeAhmedabadવિક્રમ સોલાર લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 19 ઓગસ્ટ, 2025 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ...

વિક્રમ સોલાર લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 19 ઓગસ્ટ, 2025 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 315/- થી રૂ. 332/- પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ

Date:

Related stories

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

વિક્રમ સોલાર લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે  રૂ. ૧૦/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 315/- થી રૂ. 332/- ની કિંમત બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) મંગળવાર, 19 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને ગુરુવાર, 21 ઓગસ્ટ, 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 45 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 45 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.IPO રૂ. 1,500 કરોડ સુધીના નવા ઇશ્યૂ કરાયેલ શૅર અને પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ વેચાણ કરતા શેરધારકોના 1,74,50,882 ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફરનું મિશ્રણ છે. આ ઓફરમાં કર્મચારી અનામત ભાગમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન રિઝર્વેશનનો પણ સમાવેશ થાય છે. નવા ઇશ્યૂમાંથી મળેલી રકમમાંથી રૂ. 769.73 કરોડ જે ફેઝ-1 પ્રોજેક્ટ માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, VSL ગ્રીન પાવર પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ દ્વારા મૂડી ખર્ચના આંશિક ભંડોળ માટે ઉપયોગમાં  લેવાશે; ફેઝ-2 પ્રોજેક્ટ માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, VSL ગ્રીન પાવર પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ દ્વારા મૂડી ખર્ચના ભંડોળ માટે અને અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 595.21 કરોડ ઉપયોગમાં લેવાશે.વિક્રમ સોલાર લિમિટેડે 2009 માં 12.00 મેગાવોટની સ્થાપિત સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સાથે તેનું ઉત્પાદન કામગીરી શરૂ કરી હતી, જે આજની તારીખે 4.50 ગીગાવોટ સ્થાપિત ક્ષમતા સુધી પહોંચી હતી. કંપની ભારતના સૌથી મોટા સોલાર ફોટો-વોલ્ટેઇક (“PV”) મોડ્યુલ ઉત્પાદકોમાંની એક છે, જેની પાસે 31 માર્ચ, 2025 સુધીમાં ઉદ્યોગનો 17 વર્ષથી વધુનો અનુભવ છે. સોલાર પીવી મોડ્યુલ માટે 4.50 GW સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સાથે, તે ભારતના સૌથી મોટા પ્યોર પ્લે મોડ્યુલ ઉત્પાદકોમાંનું એક છે અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની મંજૂર મોડ્યુલ અને ઉત્પાદકોની સૂચિ (“ALMM”) અનુસાર તેની સૂચિબદ્ધ ક્ષમતા 30 જૂન, 2025 સુધીમાં 2.85 GW છે (સ્ત્રોત: CRISIL રિપોર્ટ).કંપનીએ CY 2014 ના પ્રથમ ક્વાર્ટરમાં ટાયર 1 ઉત્પાદક તરીકે બ્લૂમબર્ગ NEF માં પણ સ્થાન મેળવ્યું હતું  અને ત્યારબાદ 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં નવીનતમ સમાવેશ સાથે વારંવાર સૂચિબદ્ધ કરવામાં આવી છે. વધુમાં, મે 2025 માં તેને પ્રતિષ્ઠિત EUPD ટોપ બ્રાન્ડ પીવી સીલ પણ મળી.તેની પાસે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં બે સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન સુવિધાઓ છે અને તમિલનાડુના ગંગાઈકોંડનમાં બે યુનિટ ધરાવતી સોલાર સેલ ઉત્પાદન સુવિધા છે. તેણે સમગ્ર ભારતમાં હાજરી સ્થાપિત કરી છે, જે 19 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને સેવા આપે છે.

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here