
કોલકાતા સ્થિત ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની વર્કમેટ્સ કોર2ક્લાઉડ સોલ્યુશન લિમિટેડનો રૂપિયા 69.84 કરોડનો IPO 11 નવેમ્બરના રોજ ખુલશે, જેનો પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 200 થી રૂપિયા 204નો છે. એન્કર રોકાણકારો માટેની બિડ્સ 10 નવેમ્બરના રોજ ખુલશે. કંપની 34,23,600 ઇક્વિટી શેર ઈશ્યૂ કરશે, જેમાં 29,08,800 નવા ઇક્વિટી શેરનો ઇશ્યૂ અને 5,14,800 ઇક્વિટી શેર માટે ઓફર ફોર આ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ વર્કમેટ્સ પોતાની સુરક્ષિત લોનના પ્રીપેમેન્ટ કે રીપેમેન્ટ, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તેમજ અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા માગે છે. વર્કમેટ્સ એક ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની છે, જે એન્ટરપ્રાઇઝને આધુનિક બનાવવા, સુરક્ષિત કરવા અને તેમના ડિજિટલ કોરને ઉંચાઈ પર લઈ જવામાં મદદ કરવા માટે સમર્પિત છે. કંપની માત્ર છ વર્ષમાં સ્ટાર્ટઅપથી આગળ વધીને પ્રીમિયર-ટાયર એમેઝોન વેબ સર્વિસીસ (AWS)ની ભાગીદાર બની છે. કંપની AI, IoT, VR અને AR જેવી ઉભરતી ટેક્નોલોજીમાં સેવાઓ પૂરી પાડીને વ્યવસાયોને તેમના પરિવર્તનમાં મદદ કરીને ઈનોવેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


