તમારી લોન હાલ સસ્તી થશે નહિ:સતત 10મી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહિં

0
13
વર્ષ 2022-23માં RBI ડિજિટલ રુપી લોન્ચ કરશેઃ ગવર્નર શક્તિકાંત દાસ
વર્ષ 2022-23માં RBI ડિજિટલ રુપી લોન્ચ કરશેઃ ગવર્નર શક્તિકાંત દાસ

પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસોને વધુ એક ઝટકો લાગ્યો છે. RBIના ગવર્નરે ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં મોંઘવારી પીક પર પહોંચી શકે છે. આ સિવાય તમારી લોન પણ હાલ સસ્તી થશે નહિ. આવું એટલા માટે છે કારણ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેના પગલે EMIમાં કોઈ ફેરફાર થશે નહિ.RBIએ રિટેલ મોંઘવારી દર વર્ષ 2021-22માં 5.3 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. ચોથા ત્રિમાસિકમાં તે 5.7 ટકા રહી શકે છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે CPI ઈન્ફ્લેશન 4.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 2022-23ના પ્રથમ ત્રિમાસિકમાં મોંઘવારી 4.9 ટકા, બીજા ત્રિમાસિકમાં 5 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 4 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 4.2 ટકા રહી શકે છે.RBIના ગર્વનર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું કે મોનિટરી પોલીસી કમિટીની મીટિંગમાં રેપો અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોનનો વ્યાજ દર નક્કી કરનાર રેપો રેટ હાલ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% છે.RBIએ સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પહેલા વર્ષ 2020માં કેન્દ્રીય બેન્કે માર્ચમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો કાપ મૂક્યો હતો અને તે પછીથી રેપો રેટ 4 ટકાના ઐતિહાસિક નીચલા સ્તરે આવી ગયો હતો. તે પછીથી RBIએ અત્યાર સુધી વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.