Saturday, October 17, 2026
HomeBusinessબિલ્ડરો પર IT રેડ: અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા...

બિલ્ડરો પર IT રેડ: અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા વિભાગની રેડ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપનાં ઘર-ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની વિવિધ ટીમોએ ગુરુવારની વહેલી સવારથી જ શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલાં અલગ-અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, આ બંને બિલ્ડર ગ્રુપના પ્રમોટર્સનાં ઘરે તેમજ તેમના ટોચના એક્ઝિક્યુટિવનાં ઘરે તપાસ ચાલી રહી છે. આ સાથે જ બંને બિલ્ડરની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દિનકર ગ્રુપ ઉપરાંત આ બંને સાથે કામ કરતા બ્રોકર્સને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે, જોકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે.શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ, જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ અને મનીષ બ્રહ્મભટ્ટની ઓફિસ તથા રહેઠાણો પર આઈટી રેડ કરવામાં આવી રહી છે.આ પહેલાં ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં 22 સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 20 જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે 1 કરોડની રોકડ અને 1 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળ્યા હતા.બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડ્યા હતા. પહેલી વખત દરોડાની કાર્યવાહીમાં પોલીસની મદદ વગર 100થી વધુ અધિકારી જોડાયા હતા.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here