Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodઅક્ષય સૌથી વધારે કમાણી કરનારા બોલિવુડ સ્ટાર છે

અક્ષય સૌથી વધારે કમાણી કરનારા બોલિવુડ સ્ટાર છે

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા સ્ટારોની યાદી જારી કરાઇ ઃ ભારતથી માત્ર અક્ષય કુમાર

મુંબઇ,તા. ૧૨
લોકપ્રિય બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા દુનિયાભરમાં સૌથી વધારે કમાણી કરનાર કલાકારોની યાદી જારી કરી દીધી છે. દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનાર કલાકારોની યાદીમાં અક્ષય કુમાર પણ સામેલ છે. આમાં ભારતમાંથી એકમાત્ર અક્ષય કુમાર જ સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો છે. આ યાદીમાં કોઇ સમય અમિતાભ બચ્ચન, શાહરૂખખાન, સલમાન ખાન અને આમીર ખાન જેવા કલાકારો સામેલ રહેતા હતા. હવે માત્ર અક્ષય કુમાર જ સામેલ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં આ યાદીમાં અક્ષય કુમારે તમામ કલાકારોને પાછળ છોડી દીધા છે. અભિનેતા અક્ષય કુમાર આ યાદીમાં ૩૩માં સ્થાન પર રહ્યો છે. તેની વાર્ષિક કમાણી ૬૫ મિલિયન ડોલર અથવા તો આશરે ૪૪૪ કરોડ રૂપિયાની આસપાસ રહી છે. અક્ષય કુમારે કમાણીના મામલે હોલિવુડના ટોપ સ્ટાર રિહાના, જેકી ચાન, બ્રેડલી કુપર, સ્કારલેટ જાન્સનને પણ પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. યાદીમાં અક્ષય કુમાર રોબર્ટ ડાઉની જુનિયરની બિલકુલ નજીક પહોંચી ગયો છે. ફોર્બ્સની યાદીમાં સૌથી વધારે કમાણી કરનારમાં પ્રથમ સ્થાન પર અમેરિકી ગાયિકા ટેલર સ્વીફ્ટ છે. તેની ગયા વર્ષની કમાણી ૧૮૫ મિલિયન ડોલર અથવા તો આશરે ૧૨૬૫ કરોડ રૂપિયા રહી છે. ટેલર સ્વીફ્ટ વર્ષ ૨૦૧૬થી જ પ્રથમ સ્થાન પર રહી છે. ટેલર સ્વીફ્ટ બાદ બીજા સ્થાન પર કાઇલી જેનર રહી છે. તેની કમાણી ૧૭૦ મિલિયન ડોલર અથવા તો ટેલરની નજીક રહી છે. કાન્યે વેસ્ટ ત્રીજા, ફુટબોલ સ્ટાર મેસ્સી ચોથા સ્થાને અને બ્રિટીશ સિંગર એડ શીરન પાંચમા સ્થાન પર છે. અક્ષય કુમાર બોલિવુડમાં પોતાની મહેનતથી આગળ આવ્યો છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here