Monday, October 5, 2026
HomeGujaratVadodaraઅચાનક પાછળનો દરવાજો ખુલ્યો ને બે વિદ્યાર્થિની પટકાઈ, એક તો પાંચ ફૂટ...

અચાનક પાછળનો દરવાજો ખુલ્યો ને બે વિદ્યાર્થિની પટકાઈ, એક તો પાંચ ફૂટ ઢસડાઈ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સ્કૂલ વાહનોની પાસિંગને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોવાની એક ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીઓ સ્કૂલેથી ઘરે જવા પરત જઈ રહી હતી તે સમયે નવીને તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાં ચાલુ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ હતી. આ સમયે આસપાસના મકાનમાં રહેતા લોકોએ બંને વિદ્યાર્થીનીઓને ઘરે લઈ ગયા હતા અને બંને બાળકીઓની ત્યાં બેસાડીને સારવાર કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 19 જૂનના રોજ બનેલી આ ઘટનાનો આજે વીડિયો સામે આવતા વડોદરા પોલીસ તંત્ર અને RTO દોડતૃું થઈ ગયું છે અને સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી છે. મનાલી અને કેશવી નામની આ બંને દીકરીઓ વાનમાંથી નીચે પટકાઈ હતી ત્યારે હવે સ્કૂલમાં જતા બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

વડોદરા શહેરના નોવીનો તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થયેલી સ્કૂલ વાનમાં બેઠેલી બે બાળકીઓ નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેને પગલે પોલીસ તંત્ર અને RTO તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી અંકુરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, અમે લોકો અહીં બેઠા હતા તે સમયે સ્કૂલ વાનનો દરવાજો અચાનક ખુલી ગયો હતો અને બંને વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ ગઈ હતી. બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી અમે બંનેને હીંચકા પર બેસાડી હતી. બંનેને અમે દવા કરાવી હતી અને પાણી પીવડાવી હતી ત્યારબાદ બેસાડીને પરત મોકલી હતી. પછી તે વાનવાળાએ બંને બાળકીઓને ઘરે મોકલી આવ્યો હતો. વાન થોડી ઓછી સ્પીડમાં હોત તો બાળકીઓને વાગ્યું ન હોત. અમારી આંખ સામે જ વાનનો દરવાજો ખુલી ગયો હતો અને બાળકીઓ નીચે પટકાઈ હતી.

સોનલ બામણીયા: વાન જતી હતી અને વાનનો પાછળનો દરવાજો ખુલી જતાં બે બાળકીઓ પડી ગઈ હતી. અમારા ઘરના પુરૂષો બાળકીઓને ઉપાડીને લઈ આવ્યા હતા અને તેમને સારવાર આપી હતી. વાહન ચાલક થોડી સ્પીડમાં જતો હતો. બાળકીઓ પણ થોડી ગભરાઈ ગઈ હતી. અમે વાહન ચાલકને પણ કહ્યું કે, ધ્યાન રાખવું જોઇએ. આવી રીતના બેદરકારી ન હોવી જોઇએ.

બંપર આવે તો ડાયરેક્ટ બ્રેક મારી દે છે: વિદ્યાર્થિનીની મિત્ર કાવ્યાએ જણાવ્યું હતું કે, અમે ત્યાં નહોતા ગયા. અંકલ બહુ સ્પીડમાં ગાડી ચલાવે છે અને બંપર આવે તો ડાયરેક્ટ બ્રેક મારી દે છે.
મોડું થઈ જાય એટલે અંકલ ફાસ્ટ ગાડી ચલાવે અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મનાલી અને કેશવી અમારી ક્લાસના છે. વાનનો દરવાજો અંદર કેથી બહારથી થોડો દરવાજો ખુલ્લો હોય છે તેથી અંદરથી દરવાજો ખુલ્લી ગયો હશે તેથી બંને જણા પડી ગયા હશે. વાનવાળા કાકા થોડી ફાસ્ટ ચલાવે છે અને ટર્નિંગ આવે એટલે અચાનક બ્રેક મારી દે છે. અહીંથી મને મૂકીને આગળ ટર્ન મારીને ગયા ત્યાં આ લોકો પડી ગયા. મોડું થઈ જાય એટલે અંકલ ફાસ્ટ ગાડી ચલાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here