Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં કારે પાછળથી ટક્કર મારી માતા-પુત્રને હવામાં ફંગોળ્યા

અમદાવાદમાં કારે પાછળથી ટક્કર મારી માતા-પુત્રને હવામાં ફંગોળ્યા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

અમદાવાદમાં દરરોજ કૂદકે ને ભૂસકે અકસ્માતનો આંકડો વધતો જાય છે. સુખી ઘરના નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરીને રોડ પર જતાં નિર્દોષને ઉડાવી રહ્યા છે, જેના લીધે ઘણીવાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ હિટ એન્ડ રનનો કિસ્સો તાજેતરમાં ગોતા વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ નજીક ન્યુ સાયન્સ રોડ પર સર્જાયો છે. જેના સીસીટીવી ફૂટેજ જોઈને રુંવાડાં ઊભા થઈ જશે. આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે પરિવારના ત્રણ સભ્યો બાળક, મહિલા અને પુરુષ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય છે, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી કાર ટક્કર મારીને માતા-પુત્રને ઉડાવી દે છે. આ અકસ્માતમાં મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, રવિવારે (15મી સપ્ટેમ્બર) રણજીતસિંહ (ઉં.વ.38) તેમના પત્ની જવુબેન (ઉં.વ.38) અને દીકરો પ્રતિરાજસિંહ (ઉં.વ.12) ઉમિયા સર્કલથી ન્યુ સાયન્સ સીટી રોડ શ્રીજી પાર્ટી પ્લોટ તરફ રોડની સાઇડમાં ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક પૂરપાટ કારે રણજીતસિંહના પત્ની અને દીકરાને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાળક અને મહિલા કારની નીચે આવી ગયા હતા. રણજીતસિંહે દીકરાને જેમ તેમ કરીને કારની નીચેથી બહાર કાઢ્યો હતો.પ્રતિરાજસિંહને પેટના ભાગે, છાતીમાં, લીવર અને ફેફસામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો બીજી તરફ જવુબેનને માથામાં કપાળ તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર ચાલક કોણ હતો અને ક્યાં ગયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here