Monday, October 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી, અનેક રસ્તાઓ પાણીમાં તરબોળ, ક્યાંક કડાકા...

અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી, અનેક રસ્તાઓ પાણીમાં તરબોળ, ક્યાંક કડાકા ભડાકાનો અવાજ, ક્યાંક વરસાદ પડ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના સરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ. જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના લીધે એસ.જી હાઇવે સહિત શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો અને રોડ પણ પાણી ભરાયા હતા. જેના લીધે સ્કૂલના બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિ. કર્મચારીઓ ગટરોના ઢાંકણા ખોલી પાણી કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે અખબાર નગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ઑગસ્ટના પહેલા અઠવાડિયાથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે ઍલર્ટ કરવામાં આવ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. આજે (22 ઑગસ્ટ) દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here