અર્જુન રામપાલ NCB સમક્ષ પૂછપરછ માટ હાજર નહીં થાય

0
19
જેના પછી તેને NCB ઓફિસે બોલાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અર્જુનના ઘરેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું.
જેના પછી તેને NCB ઓફિસે બોલાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અર્જુનના ઘરેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું.

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અભિનેતા અર્જુન રામપાલ (Arjun Rampal)ને આજે એટલે કે બુધવારે પૂછપરછ માટે બોલાવ્યો છે. NCBએ અર્જુન રામપાલ(Arjun Rampal)ને સમન્સ પાઠવ્યું છે. જેને લઈને અભિનેતાએ 21 ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો છે. તેણે પર્સનલ કામ હોવાનું કારણ બતાવી કહ્યું કે તે NCB સમક્ષ હાજર નહી રહી શકે. તે 22 ડિસેમ્બરે 11 વાગ્યે તપાસ માટે હાજર થઈ જશે.ગયા મંગળવારે NCBએ અર્જુન રામપાલ(Arjun Rampal)ને સમન્સ પાઠવ્યું હતું. ત્યારબાદ એજન્સી દ્વારા અભિનેતાના ઘરની તપાસ પણ કરવામાં આવી હતી. તેમના ઘરેથી લેપટોપ, મોબાઈલ ફોન અને ટેલબેટ જેવા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. જેના પછી તેને NCB ઓફિસે બોલાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અર્જુનના ઘરેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું. પરંતુ કેટલીક એવી દવાઓ મળી આવી હતી જેના NDPS તરફથી પ્રતિબંધિત કરવામાં આવી છે.