Monday, September 14, 2026
Homenationalઆખી દુનિયા થંભી ગઈ પણ આ 2 ધુરંધર દેશોને માઈક્રોસોફ્ટની ખામીથી જરાય...

આખી દુનિયા થંભી ગઈ પણ આ 2 ધુરંધર દેશોને માઈક્રોસોફ્ટની ખામીથી જરાય ફેર ન પડ્યો! જાણો કારણ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

શુક્રવારે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.માઈક્રોસોફ્ટના સર્વરે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટર બંધ થઇ ગયા હતા. આ સર્વર ઠપ થતા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશોમાં અરાજકતા સર્જાઈ હતી.

માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ હતી. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ હતી. વિશ્વભરમાં 2 હજારથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, જેમાંથી સૌથી વધુ 500 ફ્લાઈટ્સ અમેરિકામાં અને 50થી વધુ ફ્લાઈટ્સ ભારતમાં કેન્સલ થઈ હતી. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ હતી. આ ઉપરાંત બ્રિટનની અન્ય ચેનલોના પ્રસારણ પણ બંધ થયા હતા. ટેક્નિકલ ખામીના કારણે બ્રિટિશ રેલવેએ તેની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જર્મની અને બ્રિટન જેવા દેશોમાં પણ ઘણી ટીવી ચેનલો અને એટીએમ બંધ થયા હતા. આ ઉપરાંત સર્વર ઠપ થતા પેરિસ ઓલિમ્પિકની આઇટી કામગીરી પણ અટકાવી દેવામાં આવી હતી. જર્મન હોસ્પિટલોમાં બિન-ઇમરજન્સી ઓપરેશન્સ રદ કરવામાં આવ્યા હતા. પોલેન્ડમાં વિશ્વના સૌથી મોટા કન્ટેનર ટર્મિનલની સેવાઓ ખોરવાઈ ગઈ હતી.યુરોપના ઘણા દેશોમાં ટિકિટિંગ પ્લેટફોર્મની સેવાઓ બંધ થઈ હતી. તો ન્યુઝીલેન્ડની સંસદનું કમ્પ્યુટર નેટવર્ક ક્રેશ થયું હતું. ઓસ્ટ્રેલિયામાં અનેક સુપરમાર્કેટના કોમ્પ્યુટર બંધ થઈ ગયા હતા. જયારે લંડનમાં સ્ટોક એક્સચેન્જની સેવાઓ ઠપ થઈ ગઈ હતી અને ભારતના હૈદરાબાદ અને બેંગલુરુ શહેરોમાં ઘણી મોટી કંપનીઓનું કામ પણ ઠપ થઈ ગયું. માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો પરંતુ રશિયા અને ચીન આ બે દેશ એવા હતા જ્યાં આ સંકટની કોઈ જ અસર જોવા મળી ન્હોતી. રશિયા અને ચીન વિશ્વના બે એવા દેશ છે, જેમણે વર્ષ 2002માં જ સમજી લીધું હતું કે જો તેઓ ભવિષ્યમાં ટેક્નોલોજી માટે અમેરિકન કંપનીઓ પર નિર્ભર રહેશે તો તેનાથી તેમને નુકસાન થશે. આથી સિસ્ટમ તો તેમની હશે, પરંતુ તેઓ ટેક્નોલોજી માટે અમેરિકા અને યુરોપ પર નિર્ભર રહેશે અને આ ખતરાને ધ્યાનમાં રાખીને રશિયા અને ચીને પોતપોતાની ટેક્નોલોજી વિકસાવી હતી. આથી જ્યારે કાલે માઈક્રોસોફ્ટ કંપનીના સર્વર ઠપ થવાથી વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી હતી અને વિશ્વ હચમચી ગયું હતું, ત્યારે ચીન અને રશિયામાં તેની કોઈ જ અસર જોવા ન્હોતી મળી.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here