નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી ભીષણ આગ, 12 ફાયર બ્રિગેડની મદદથી આગ પર મેળવાયો કાબૂ

0
42

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ચંદીગઢ કોચિવેલી એક્સપ્રેસની પાવર કારમાં અચાનક આગ લાગી અને જોતજોતામાં તેણે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ. આગ લાગવાની સૂચના મળતા જ મોટા પોલીસફોર્સ સાથે ફાયરદળનાં ઘણા કર્મચારીઓ ફાયર બ્રિગેડની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.આ દરમ્યાન લગભગ 32 ફાયરનાં જવાનો અને 12 ફાયર ફાઈટર આ કામમાં લાગ્યા હતા. આ ટ્રેન ચંદીગઢ રવાના થવાની હતી પરંતુ તે પહેલાં જ તેમાં આગ લાગી હતી. આ દરમ્યાન ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 ઉપર ઉભી હતી. જોતજોતામાં બંને ડબ્બા ઉપર આગ ફેલાઈ ગઈ હતી. જોકે, આ દરમ્યાન કોઈ પણ જાનહાનિ થઈ નથી. દરેક યાત્રીઓ સુરક્ષિત બહાર નીકળી ગયા અને ટ્રેનથી દુર આવી ગયા હતા. આગને કારણે ઉઠેલો ધુમાડો દૂર સુધી દેખાતો હતો આગ પર કાબૂ મેળવ્યા બાદ ટ્રેનને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન રવાના કરાઈ હતી. અહીં ટ્રેનમાં નવી પાવર કાર લગાવવામાં આવશે. ત્યારબાદ તેને આગળ માટે તૈયાર કરીને ચંદીગઢ રવાના કરાશે.