આ છે યામીની અત્યાર સુધીની વિવિધ ભૂમિકાઓ પાછળનું કારણ

0
885
yami-gautam-comments-on-her-roles-and-choice-of-films
yami-gautam-comments-on-her-roles-and-choice-of-films

વિકી ડોનર, ‘કાબિલ’ અને ‘બદલાપુર’ જેવી ફિલ્મોની સ્ટાર યામીનું કહેવું છે કે તે પ્રેરણાદાયક ફિલ્મો કરવા ઇચ્છે છે. બોલિવૂડ ફિલ્મકાર તાજેતરનાં વર્ષોમાં ‘પેડમેન’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવા વર્જિત વિષયો પર ફિલ્મ બનાવવામાં રસ લેવા લાગ્યા છે.યામીનું કહેવું છે કે આવી કહાણીઓને પરદા પર ઉતારવાની શરૂઆત તેની ડેબ્યૂ ફિલ્મ ‘વિકી ડોનર’થી થઇ હતી, જેમાં શુક્રાણુ દાન કરવાનો વિષય ઉઠાવાયો હતો. યામી કહે છે કે અસલી મુદ્દાઓને મનોરંજક રીતે ફિલ્મોનું રૂપ આપવાની શરૂઆત ‘વિકી ડોનર’થી થઇ. આ પ્રકારના વિષયો પર બનેલી અન્ય ફિલ્મો જોઇને ખુશી થાય છે તેના પરથી જાણવા મળે છે કે સમાજ પ્રગતિવાદી બની રહ્યો છે. આ પ્રકારની ફિલ્મોનું શ્રેય ફિલ્મકારોને જ આપવું જોઇએ.યામીની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ વીજળી કંપનીઓ સાથે એક સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કહાણી છે, જેમાં તે એક વકીલ બની છે અને આ રોલ માટે તે ‘વીરઝારા’માં રાની મુખરજીના રોલ પરથી પ્રેરણા લઇ રહી છે. તે કહે છે કે હું પહેલી વાર વકીલની ભૂમિકા ભજવી રહી છું અને મારી કોશિશ એ હોય છે કે મારી આ ભૂમિકા મારા પછી આવી ભૂમિકા ભજવનાર લોકો માટે પ્રેરણા બની શકે. યામીની આગામી ફિલ્મોમાં એક ‘ઊડી’ પણ છે.સપ્ટેમ્બર-૨૦૧૬માં જમ્મુ-કાશ્મીરના ઉડીમાં થયેલા આતંકી હુમલા પર આ ફિલ્મ આધારિત છે. ફિલ્મમાં તે એક ઇન્ટેલિજન્સ ઓફિસર બની છે. ફિલ્મ માટે તેણે ખાસ તૈયારી કરવી પડશે, જેનું શૂટિંગ આ વર્ષના અંતિમ ભાગ સુધીમાં શરૂ થશે