ઇડીનું ઓફિસ બન્યું ભાજપ પ્રદેશ કાર્યાલય બેનર લગાવીને શિવસેનાએ રોષ ઠાલવ્યો

0
94
રાજકીય દ્વેષને કારણે મારી પત્નીને ઈડીની નોટિસ મોકલવામાં આવી છે. કેન્દ્ર ઈડીનો ઉપયોગ કરે છે, પરંતુ મારી સાથે આ રીતે વર્તન ન કરશો હું શિવસૈનિક છું. : સંજય રાઉત
રાજકીય દ્વેષને કારણે મારી પત્નીને ઈડીની નોટિસ મોકલવામાં આવી છે. કેન્દ્ર ઈડીનો ઉપયોગ કરે છે, પરંતુ મારી સાથે આ રીતે વર્તન ન કરશો હું શિવસૈનિક છું. : સંજય રાઉત

મુંબઈ: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નોટિસ મોકલાવ્યા બાદ સંજય રાઉત ઘુરક્યા હતા અને ભાજપ તેમ જ કેન્દ્ર સરકારો પર આક્ષેપો કર્યા હતા. આ સાથે ‘મુજસે પંગા મત લેતા, મૈં નંગા હું’ જેવી ભાષાનો ઉપયોગ તેમણે ભાજપના નેતાઓની સામે પણ કાર્યવાહી કરે તેવી માગણી તેમણે કરી હતી. સોમવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજકીય દ્વેષને કારણે મારી પત્નીને ઈડીની નોટિસ મોકલવામાં આવી છે. કેન્દ્ર ઈડીનો ઉપયોગ કરે છે, પરંતુ મારી સાથે આ રીતે વર્તન ન કરશો હું શિવસૈનિક છું. મારી પાસે ભાજપના નેતાઓની ફાઈલ છે તે ખોલીશ તો દેશ છોડીને જવું પડશે. તેમણે પોતાની પાસે ૧૨૧ વ્યક્તિની યાદી હોવાનું જણાવ્યું હતું જેની સામે ઈડી તપાસ શરૂ કરશે તો ઈડીને પાંચ વર્ષ લાગી જશે.તેમણે પત્નીના ખાતાના પૈસા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમે મધ્યમવર્ગીય પરિવાર છીએ.

મારા પત્ની શિક્ષિકા છે. તેમણે મિત્ર પાસેથી રૂ. ૫૦ લાખ ઉધાર લીધા હતા. આનો ઉલ્લેખ મારા રાજ્યસભાના અરજીપત્રકમાં પણ છે. આ મામલે ઈડી અને ભાજપને કોઈ ફરિયાદ હોવી જોઈએ નહીં.

ભાજપે મહાવિકાસ આઘાડી સરકાર પાડી નાખવાની વારંવાર ધમકી આપી હતી અને જો આમ નહીં થાય તો શિવસેના અને એનસીપીના ૨૨ જેટલા નેતાઓને ત્યાં ઈડીના દરોડા પાડવામાં આવશે, જેમાં પ્રતાપ સરનાઈકનું નામ પણ હતું.