ઉત્તર કોરિયા દ્વારા વધુ બે મિસાઇલનુ થયેલુ પરીક્ષણ

0
27

શિયોલ,તા. ૧૦
અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસની સામે જારદાર વિરોધ વ્યક્ત કરીને ઉત્તર કોરિયાએ આજે ફરી એકવાર મિસાઇલ પરીક્ષણ કર્યુ હતુ. શિયોલમાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ હતુ કે હૈમશંગ શહેરની પાસેથી બે નાના અંતરની બેલાસ્ટક મિસાઇલો ઝીંકવામાં આવી હતી. કોરિયન દ્ધિપ અને જાપાન વચ્ચે દરિયામાં પડતી આ મિસાઇલોની રેંજ ૪૦૦ કિલોમીટરની રહેલી છે. ઉત્તર કોરિયન નેતા કિમ જાંગ ઉને પાંચમી વખત પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણને ખુબ ગંભીર ગણવામાં આવે છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત લશ્કરી ઓપરેશનના કારણે ઉત્તર કોરિયા ભારે નારાજ છે. સંયુક્ત લશ્કરી કવાયતના કારણે તંગદીલી વધી રહી છે. બીજી બાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ઉત્તર કોરિયાના નેતા તરફથી તેમની પાસે એક પત્ર આવ્યો છે. આ ખુબ રચનાત્મક છે. વ્હાઇટ હાઉસ તરફથી નવેસરના પરીક્ષણના મામલે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પત્રના સંબંધમાં અમેકરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યુ છે કે કિમ દ્વારા આ પત્ર લખવામા ંઆવ્યો છે. ઉત્તર કોરિયા ખુબ આક્રમક વલણ ધરાવે છે. ઉત્તર કોરિયા દ્વારા હજુ પણ વધારે પરીક્ષણ કરવામાં આવી શકે છે. તમામની નજર છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત બે દિવસ પહેલા હાથ ધરવામાં આવી હતી. જેસીએસનુ કહેવુ છે કે ઉત્તર કોરિયા દ્વારા ડ્રિલ કરવામાં આવી રહ્યુ છે. જેસીએસે કહ્યુ છે કે અમે કઠોર સૈન્ય તૈયારીની સાથે સાથે Âસ્થતી પર બાજ નજર છે. શનિવારના દિવસે ૨૫મી જુલાઇના દિવસે પાંચમુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. કિમ અને ટ્રમ્પ હાલના વર્ષોમાં ત્રણ વખત બેઠકો યોજી ચુક્યા છે. જા કે મંત્રણા એટલી ફળદાયી રહી નથી. ઉત્તર કોરિયા પરીક્ષણને લઇને જીદ્દી વલણ ધરાવે છે.