એક ચાવાળો PM બને છે તો તે નેહરુને કારણે જ શક્ય; પોતાની બુક લોન્ચ સમયે થરૂરનો કટાક્ષસરકાર મંગલયાન મોકલવાની વાત કરે છે તો તેમને પૂછો કે ઈસરોની સ્થાપના કોને કરીઃ થરૂર

0
52
news/NAT-HDLN-chaiwala-can-also-becom-pm-is-created-by-nehru-says-tharoor-gujarati-news-5981510-NOR.html?seq=2
news/NAT-HDLN-chaiwala-can-also-becom-pm-is-created-by-nehru-says-tharoor-gujarati-news-5981510-NOR.html?seq=2

એક ચાવાળો PM બને છે તો તે નેહરુને કારણે જ શક્ય; પોતાની બુક લોન્ચ સમયે થરૂરનો કટાક્ષસરકાર મંગલયાન મોકલવાની વાત કરે છે તો તેમને પૂછો કે ઈસરોની સ્થાપના કોને કરીઃ થરૂર
સોનિયાએ કહ્યું- નેહરુ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે વચનબદ્ધ હતા અને તેઓ ભાગલા નહોત ઈચ્છતા

નવી દિલ્હીઃ દેશના પહેલાં વડાપ્રધાન જવાહર લાલ નેહરુની આજે 129મી જન્મ જયંતી છે. મંગળવારે કોંગ્રેસ નેતા શશિ થરૂરનું પુસ્તક નેહરુઃ ધ ઇનવેન્શન ઓફ ઈન્ડિયાનું સોનિયા ગાંધીએ વિમોચન કર્યું. આ પ્રસંગે થરૂરે કહ્યું કે સરકાર મંગલયાનની વાત કરે છે પરંતુ તેમને પૂછવું જોઈએ કે ઈસરોની સ્થાપના કોને કરી. તો સોનિયાએ કહ્યું કે જે લોકો સત્તામાં છે તેઓ રોજ નેહરુની વિરાસતનું અપમાન કરી રહ્યાં છે. એવું કરવું દેશનું અપમાન કરવા સમાન છે. તો નરેન્દ્ર મોદીએ નેહરુને શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરી હતી.

– પુસ્તક લોન્ચના પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું કે લોકતાંત્રિક સંસ્થાઓની સ્થાપના, ધર્મનિરપેક્ષતા, સમાજવાદી અર્થવ્યવસ્થા અને કોઈ વિશેષ પક્ષને મહત્વ ન આપવાની વિદેશ નીતિ અમારી ખાસિયત રહી છે. આપણાં આ મૂલ્યો પર આજે સંકટ જોવા મળી રહ્યું છે.
– સોનિયાએ કહ્યું કે નેહરુએ દેશનું નિર્માણ કર્યું અને સરકારમાં બેઠેલાં લોકો આ વાતને બદલવા માંગે છે. નેહરુના સન્માન માટે જરૂરી છે કે આપણે લોકશાહી બચાવવા માટે એકજુથ થઈને વિરોધી તાકાત સામે લડીએ.
– સોનિયાના જણાવ્યા મુજબ- નેહરુએ જ દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા કાયમ કરી. નેહરુ સંસદીય વ્યવસ્થા અને ન્યાયપાલિકાની આઝાદીનું સન્માન કરતા હતા. સ્વતંત્ર ચૂંટણીઓ પ્રતિ વચનબદ્ધતા, સ્વતંત્ર પ્રેસમાં આસ્થા તેમની બહુમૂલ્ય વિરાસત છે. તેઓ ધર્મનિરપેક્ષતા માટે પ્રતિબદ્ધ હતા અને ભાગલા ઈચ્છતા ન હતા.
– કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, નેહરુનું સમગ્ર જીવન આ વાતનો પ્રયાસ કરતાં રહ્યાં કે બહુસંખ્યક લોકોના અધિકારની રક્ષા થાય અને અલ્પસંખ્યકોને પ્રોત્સાહન મળે. તેઓ યોજનાઓ અને અંગત રૂપથી ધર્મ, જાતિ અને ભાષાથી ઉપર ઉઠીને લોકો માટે કામ કરતાં રહ્યાં.
– તો થરૂરે એક ચર્ચાનો ઉલ્લેખ કર્યો- નેહરુથી એક અમેરિકી એડિટરે પૂછ્યું હતું કે તેઓ પોતાની વિરાસત શું ઈચ્છે છે? આ અંગે તેઓએ કહ્યું હતું કે દેશના 33 કરોડ લોકો પોતાનું શાસન ચલાવવામાં સક્ષમ છે.
– થરૂરના જણાવ્યા મુજબ અનેક ઉપનિવેશોમાં ત્યાંના હીર વિપરીત દિશામાં ચાલ્યાં ગયા. તેઓએ લોકશાહી રીતે એક નાયક તરીકે શરૂઆત કરી અને સત્તાવાદી દિશામાં નેતૃત્વ કર્યું. પરંતુ નેહરુજી ક્યારે તે જાળામાં ન ફસાયા.

જો ચાવાળો વડાપ્રધાન છે તો તે પણ નેહરુના કારણે

– થરૂરે કહ્યું કે જો આજે એક ચાવાળો વડાપ્રધાન બન્યો છે તો તે પણ નેહરુજીના કારણે. તેઓએ રાજનીતિક સંસ્થાઓને એવી રીતે બનાવી કે કોઈ પણ ભારતીય દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી શકે છે.
– પૂર્વ મંત્રીના જણાવ્યા મુજબ- હવે ઈન્ટરનેટ પર નેહરુ વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો સરકાર મંગલયાનની વાત કરે છે તો તેમને પૂછવું જોઈએ કે ઈસરોની સ્થાપના કોને કરી હતી. આ નિર્ણય કોને કર્યો કે એક ગરીબ ભારતીયને પણ આકાશ જેટલી ઉંચાઈ સુધી પહોંચવાનો હક છે? કોને IIT બનાવી, કોને અનેક યુવાનોને તૈયાર કરીને સિલિકોન વેલી મોકલ્યાં? જ્યાં 40% સ્ટાર્ટ અપ ભારતીયોના જ છે.