અસમમાં અવૈધ પ્રવાસીઓને લઈને એનઆરસીનો વિવાદ ચાલી રહ્યો છે અને નવા એનઆરસીના લિસ્ટમાં 19 લાખ જેટલાં લોકોને ભારતીય નાગિરક ગણવામાં આવ્યા નથી.
અમિત શાહે પણ અસમમાં આ બાબતે નિવેદન આપીને કહ્યું કે એકપણ અવૈધ પ્રવાસી એટલે કે ઘૂસણખોરી કરીને અસમમાં રહેનાર લોકોને ભારતમાં રહેવા દેવાશે નહીં. આ બાબતની પ્રક્રિયા પણ જલદી પૂરી કરી દેવાશે. અમિત શાહે આ નિવેદન ગુવાહાટી ખાતે આપ્યું છે.
આ કાર્યક્રમમાં 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. આ સિવાય અમિત શાહે કહ્યું કે જે લોકોના નામ સામેલ નથી તેઓ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. ત્યાં તેમણે પોતાની નાગિરકતા સાબિત કરવાનો મોકો આપવામાં આવશે.
અમિત શાહે આ કાર્યક્રમમાં અસમ રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 371નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભાજપની સરકાર આ કલમનું સન્માન કરે છે અને તેમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહીં.