એન્જીનિયરમાંથી બન્યો ખેડૂત, એક જ વૃક્ષ પર ઉગાડી 51 જાતની કેરી

0
242
.engineer-grafts-51-types-of-mango-on-one-tree
.engineer-grafts-51-types-of-mango-on-one-tree

દેશમાં દરેક વિદ્યાર્થી સારો અભ્યાસ કરીને સરકારી નોકરી, એમબીએ એક્ઝિક્યૂટિવ, ડોક્ટર, એન્જીનિયર બનાવ માંગે છે. પરંતુ કોઈ પણ અભ્યાસ કરીને ખેતી ક્ષેત્રમાં આગળ જવા માંગતું નથી. પરંતુ હવે યુવાનોના વિચારોમાં હવે બદલાવ આવ્યો છે.મસ્કતમાં 10 વર્ષ સુધી એન્જીનિયરિંગની નોકરી કર્યા બાદ રવિ મંગલેશ્વર 2001માં ભારત પરત આવી પોતાના ગામમાં ખેતી કરવા લાગ્યો.રવિ મંગલેશ્વર એક જ વૃક્ષ પર 51 જાતની કેરીનું ઉત્પાદન કરે છે. મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં રહેતા રવિ દ્વારા આ શોધેલી નવી પ્રજાતિ આજે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. રવિએ પોતાના રિસર્ચમાં એવું સંભવ કરી દેખાડ્યું છે. હાલના સમયે અઢી એકરમાં 1000 આંબાના વૃક્ષો લગાડી રાખ્યા છે.ખેતી કરતી વખતે તેની અંદર કંઈ અલગ કરવાનું જનૂન હતું અને પોતાના પૂર્વજો પાસેથી મળેલી 5 એકર જમીન પર ખેતી કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન રિસર્ચ કરવા માટે 500થી વધુ જગ્યાએ મુલાકાત લીધી. રવિ મંગલેશ્વરના પિતા ખેતી કરતા હતા અને સમાજ માટે કામ પણ કરતા હતા