Monday, October 5, 2026
HomeGujaratAhmedabadઓડિશાથી અમદાવાદ બાયરોડ ટ્રકમાં 200 કિલો ડ્રગ્સ લાવ્યા, અમદાવાદના ગોડાઉનમાં ત્રાટકી ક્રાઇમ...

ઓડિશાથી અમદાવાદ બાયરોડ ટ્રકમાં 200 કિલો ડ્રગ્સ લાવ્યા, અમદાવાદના ગોડાઉનમાં ત્રાટકી ક્રાઇમ બ્રાન્ચ, સાતની ધરપકડ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર માફિયાઓને જાણે કોઈનો ડર જ ન હોય તેવી રીતે અમદાવાદમાં પ્રવેશ કરી રહ્યાં છે. પહેલાં દરિયા કિનારેથી છુપાઈને ડ્રગ્સની ડિલવરી કરાવવાનો પ્રયત્ન કરવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. પરંતુ, આ વખતે તો ડ્રગ્સ માફિયાઓએ દરિયા માર્ગે સંતાવાની બદલે ખુલ્લેઆમ ટ્રકમાં જ ડ્રગ્સની ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી આશરે 1600 કિમી દૂર ઓડિશાથી ટ્રક મારફતે ગાંજો ઘુસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વટવા GIDC માં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત આરોપીઓને દબોચી લીધાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓએ બાતમીને આધારે વટવા GIDC ફેઝ-4 માં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને 42 લાખ રૂપિયાની કિંમતના 200 કિલો ગાંજા સાથે બે મુખ્ય આરોપીઓ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો. ઓડિશાથી 1100 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. જે અલગ અલગ રાજ્યમાં સપ્લાય કર્યા બાદ 200 કિલો ગાંજો ગુજરાત લવાયો હોવાની વિગતો પણ બહાર આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે, ઓડિશાના ગંજામ જિલ્લામાંથી એક ટ્રકમાં ગાંજાનો કરોડો રૂપિયાની કિંમતનો 1100 કિલો ગાંજો અમદાવાદમાં વટવા જીઆઇડીસી ફેઝ-4માં આવેલા ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં લાવીને ટ્રક ખાલી કરવામાં આવી રહ્યો છે. જેના આધારે શુક્રવારે સવારે પોલીસ અધિકારીઓની આગેવાનીમાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને દરોડો પાડ્યો હતો. જેમાં ટ્રકમાંથી ખાલી કરવામાં આવી રહેલા 200 કિલો ગાંજા સાથે સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા આરોપીઓના નામ મણીગદન મુદ્દલીયાર, કુમાર અરૂણ પાંડે, સંજય શાહુ, સુશાંત ગૌડા, અજય તુફાન સ્વાઇન, લાબા ગૌડા અને સંદીપ શાહુ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી પાંચ આરોપી ઓડીશા અને બે આરોપી અમદાવાદના રહેવાસી જાણવા મળ્યું હતું.આ અંગે વધુ માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, ગાંજાની ખરીદી સંજય શાહુ અને સુશાંત ગૌડાએ ગંજામથી કરી હતી અને ટ્રકમાં તમામ જથ્થો લોડ કરાવ્યો હતો. ત્યારબાદ બંને અમદાવાદ આવ્યા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here