કડવી યાદો ભૂલી ૨૦૨૧માં આગળ વધવા તૈયાર રિયા ચક્રવર્તી

0
28
જે બૉક્સઑફિસ પર ફલોપ સાબિત થઇ હતી. બૉલીવૂડમાં રિયા ચક્રવર્તીની ગાડી હજુ પાટે ચડે તે પહેલા જ તેનું નામ વિવાદોમાં ઘેરાઇ જતા ૨૦૨૦માં તેની કારકિર્દીને બ્રેક લાગી ગયો હતો. જોકે, હવે તે ફરી બૉલીવૂડમાં કમબેક કરીને ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે.
જે બૉક્સઑફિસ પર ફલોપ સાબિત થઇ હતી. બૉલીવૂડમાં રિયા ચક્રવર્તીની ગાડી હજુ પાટે ચડે તે પહેલા જ તેનું નામ વિવાદોમાં ઘેરાઇ જતા ૨૦૨૦માં તેની કારકિર્દીને બ્રેક લાગી ગયો હતો. જોકે, હવે તે ફરી બૉલીવૂડમાં કમબેક કરીને ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે.

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ જે નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું તે અભિનેત્રી રિયા ચક્રવર્તીનું હતું. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ડ્રગ્સના મામલે તેનું નામ સામે આવતાં રિયાની ધરપકડ કરાઇ હતી. કેટલાક દિવસો સુધી જેલમાં રહીને આવ્યા બાદ હવે રિયા તેની કારકિર્દી પર ફરી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.વર્ષ ૨૦૨૦ની ખરાબ યાદોને ભુલાવીને નવા વર્ષે રિયા નવું કામ કરવા જઇ રહી છે. રિયા ચક્રવર્તી અને દિવંગત સુશાંત સિંહ રાજપૂતના નજીકના મિત્ર અને લેખક-દિગ્દર્શક રુમી જાફરીએ આ અંગે જાણકારી આપી છે. રુમી જાફરીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તી માટે આ વર્ષ આઘાતજનક રહ્યું. આ વર્ષ દરેક માટે ખૂબ દુ:ખદ હતું, પણ રિયાના મામલે આ દુ:ખ અલગ હતું.

રુમી જાફરીએ રિયાને આશ્ર્વાસન આપ્યું છે કે પૂરી ઇન્ડસ્ટ્રી ખુલ્લા દિલથી તેનું સ્વાગત કરશે. તાજેતરમાં જ તેઓ રિયાને મળ્યા હતા. તે ખૂબ શાંત હતી અને વધુ વાતચીત ન કરી રહી હોવાનું રુમી જાફરીએ જણાવ્યું હતું. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણની તપાસ દરમિયાન ડ્રેગ્સ કેસમાં રિયાનું નામ સામે આવ્યું હતું. આ મામલે આશરે એક મહિના સુધી રિયા ચક્રવર્તી જેલમાં રહી હતી. બાદમાં મુંબઈ હાઈ કોર્ટે તેને જમાનત આપી દીધી હતી.

રિયા ચક્રવર્તી હવે જૂની દુ:ખદ વાતોને ભૂલીને આગળ વધવા માગે છે. રિયા ચક્રવર્તીએ ‘જલેબી’, ‘બૅંક ચોર’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે,