આજે જાણો કેવુ રહેશે મેષ રાશિના જાતકોનું ૨૦૨૧નું રાશિફળ…..

0
29

મેષઃ-

પોઝિટિવઃ– મેષ રાશિ માટે આ વર્ષ ખૂબ જ સારી સફળતાઓ આપનાર રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે. આ સમયે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક તમારા માટે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરાવશે. સફળતાના નવા માર્ગ બનશે. માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ફેબ્રુઆરી મહિનામાં તમારી ઉપર કોઇ મહત્ત્વપૂર્ણ જવાબદારી આવશે, જેને તમે ઉત્તમ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારો કોઇ રચનાત્મક ગુણ લોકો સામે પ્રકટ થશે. આ સમયે ઘરમાં થોડા ફેરફારની સંભાવનાઓ બની રહી છે. વિદ્યાર્થીઓને તેમના મન પ્રમાણે પરિણામ મળી શકશે. નવી યોજનાઓ અને પડકારો તમારી સામે આવશે, જેને તમે યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. ઘણાં સમયથી અટવાયેલાં કોઇ કોર્ટ કેસને લગતા મામલે સફળતા મળી શકે છે. દૂરના લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. યુવા વર્ગ માટે વિદેશ જવાની તક મળી શકે છે. વર્ષના મધ્યમાં દિનચર્યામાં થોડો ફેરફાર આવી જશે. રાજનીતિ તથા સામાજિક ક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મળવાથી ગ્રહ સ્થિતિ બનશે.

નેગેટિવઃ– આ વર્ષે તમે તમારા સ્વભાવ તથા વ્યક્તિગત કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાનો સંકલ્પ કરો. વધારે ભાવુકતા તથા સંવેદનશીલતા તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. તમારો વધારે ખર્ચીલો સ્વભાવ તમારા માટે મુશ્કેલીઓ વધારી શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપે. પ્રોપર્ટીને લગતી કોઇપણ પ્રકારની ખરીદદારી કરતી સમયે ભૂલો થવાની સંભાવના રહેશે, આ કાર્ય કોઇ અન્ય વ્યક્તિની દેખરેખમાં કરો તો વધારે સારું રહેશે. એપ્રિલમાં સમયની ચાલ થોડી વિપરીત થઇ શકે છે. મીડિયા, નેટ ચેટિંગ, મિત્રો વગેરે સાથે ખોટો સમય નષ્ટ કરવાની જગ્યાએ તમારા કામ ઉપર ધ્યાન આપો. ક્યારેક તમારી બેકાબૂ વાણી તથા અહંકાર તમારા પોતાના માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– મેષ રાશિના લોકો માટે આ વર્ષ રોજગારના અવસર વધશે. લાભની સ્થિતિઓ વધશે. ફેબ્રુઆરી મહિનામાં થોડા ખર્ચની સ્થિતિ રહેશે. નોકરીમાં ઉન્નતિ અને ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે. નવી યોજનાઓ તથા પડકાર તમારી સામે આવશે. ઓગસ્ટ મહિનામાં તમને આલોચનાત્મક તથા નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય છે. તમારા ભવિષ્યની યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો. નોકરી તથા વ્યવસાય બંનેમાં જ આ વર્ષે કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. વ્યવસાયિક સ્પર્ધાના કારણે વ્યવસ્થિત તથા સારી રીતે કામ કરવું પડી શકે છે. નોકરમાં સ્થાન પરિવર્તન અને ઉન્નતિના યોગ બનશે.

લવઃ– આ વર્ષે પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભરેલું રહેશે. કુંવારા લોકો માટે લગ્નના અવસર બનશે. ઘરમાં ભાગલાને લગતાં વિવાદ એકબીજાના તાલમેલ સાથે પૂર્ણ થઇ જશે. પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. પ્રેમ સંબંધોમાં મર્યાદા તથા એકબીજા પ્રત્યે વિશ્વાસનું ધ્યાન રાખવું જરૂરી છે. ધ્યાન રાખો તેનો નકારાત્મક પ્રભાવ તમારા ઘર ઉપર પડે નહીં તથા કરિયરમાં પણ વિઘ્ન આવે નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેશે. સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. કોઇ ગંભીર કે ઘાતક બીમારી થશે નહીં. તમારા ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ વર્ષે વાહન ખૂબ જ સાવધાની પૂર્વક ઉપયોગ કરો. જોકે, મેષ રાશિના લોકો શારીરિક રીતે ઊર્જાવાન તથા એક્ટિવ રહેશે.