કાશ્મીરમાં શું થઇ રહ્યું છે તેની કોઇને માહિતી નથી

0
29

જમ્મુ, તા. ૪
જમ્મુ કાશ્મીરમાં જારદાર રાજકીય હલચલની વચ્ચે સ્થાનિક પાર્ટીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, કાશ્મીરમાં લોકોમાં ભારે દહેશત છે. મહેબુબાએ જમ્મુ કાશ્મીરની Âસ્થતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, અહીં એક આફત તુટી પડી છે. કાશ્મીરમાં શું થનાર છે તેને લઇને કોઇની પાસે માહિતી નથી. આ ગાળા દરમિયાન મુફ્તીએ એમ પણ કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ એક બેઠક બોલાવી હતી પરંતુ આ બેઠકને પણ મંજુરી આપવામાં આવી નથી. પોલીસે બુકિંગ રદ કરી દીધું છે. મોદી મંત્રીમંડળની બેઠક મૂળભૂતરીતે બુધવારે યોજાય છે પરંતુ આવતીકાલે આ બેઠક થનાર છે. મહેબુબા મુફ્તીએ ફરી એકવાર ૩૫-એ અને ૩૭૦ સાથે ચેડાને લઇને ચેતવણી આપી છે. મહેબુબાએ કહ્યું છે કે, અમે દેશના લોકોને સમજાવવાના પ્રયાસ કરી ચુક્યા છે કે, જા ૩૫-એ અથવા ૩૭૦ સાથે છેડછાડ કરવામાં આવશે તો કયા પરિણામ આવી શકે છે. જા કે, કેન્દ્ર સરકાર તરફથી આને લઇને કોઇ ખાતરી મળી નથી. તમામ બાબતો સામાન્ય બની જશે તેવી વાત પણ કરવામાં આવી રહી નથી.
આજે સાંજે યોજાનારી બેઠકને પોલીસે મંજુરી આપી નથી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જારી રાજકીય હલચલના દોર વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. ઓમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી છે. રાજ્યપાલે ખુલાસો કરતા કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર આ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. પેટ્રોલ પંપ ઉપર શનિવારના દિવસે લાંબી લાઈનો જાવા મળી હતી. એટીએમ ઉપર પણ લોકોની લાંબી લાઈનો લાગી હતી. પેટ્રોલ પંપ પણ ખાલીખમ થઇ ગયા હતા. અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને ખસેડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.