Thursday, March 19, 2026
Homenationalકિર્તિદાને મોરારિ બાપુને પોતાના બાપ ગણાવ્યા છે

કિર્તિદાને મોરારિ બાપુને પોતાના બાપ ગણાવ્યા છે

Date:

spot_img

Related stories

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...
spot_img

અમદાવાદ : નિલકંઠવર્ણીનો વિવાદ રોજ વધુને વધુ વકરતો જાય છે. સાધુ-સંતો બાદ હવે કલાકારો મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે. હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કહ્યું કે, બાપુ તો મારા માટે ભગવાન છે તો, જાણીતા હાસ્ય અને ડાયરા કલાકાર માયાભાઇ આહિર અને કિર્તિદાન ગઢવીએ મોરારિબાપુને પોતાના બાપ ગણાવ્યા છે. સાથે સાથે આ ત્રણેય કલાકારોએ કહ્યું કે, બસ હવે આ વિવાદનો અંત લાવો. આપણો એક જ ધર્મ છે તેને મજબૂત કરીએ. આપણે લેવા દેવા વગરનો વિવાદ ઉભો કર્યો છે.જાણીતા હાસ્યકલાકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, મારોરિ બાપુ અમારો બાપ છે, એ કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી. આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક કરવા નીકળ્યા છીએ ત્યારે સામાન્ય બાબતને લઇને વિવાદને વધુને વધુ વિકરાળ ન બનાવીએ. આજુબાજુના દેશો આપણા પર આક્રમણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે. દરમ્યાન હાસ્યકલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, બાપુ મારા માટે ભગવાન છે. બાપુની કરૂણા કિન્નરો સુધી પહોંચી છે ત્યારે બાપુ માટે કેટલી સન્માનની વાત કહેવાય. બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે મને દુઃખ થાય છે. સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકીને આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરીએ તેવી મારી પ્રાર્થના છે. આપણે રોજ નવા મેસેજ મુકીને આગને હવા દેવાનું કામ કરી રહ્યા છીએ. તો, લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હિન્દુઓનો સૌપ્રથમ ધર્મ હોય તો તે સનાતન ધર્મ છે. બાપુને કોઇ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઇને ઠેસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા. આપણે ચેતવું જોઇએ કે હિન્દુઓની વસ્તી વિશ્વમાં ખૂબ ઓછી છે. આપણે અંદરો અંદર વાદ વિવાદ કરીએ તો આનો અંત ક્યારે આવશે. બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે.

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here