Chandrayaan-2: વિક્રમ સાથે વાત થશે કે નહીં, આવી રીતે થઈ રહી છે સંપર્ક સાધવાની કોશિશ

0
27

ચંદ્રની સપાટીથી માત્ર 2 કિમી પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમથી ઈસરોનો સંપર્ક તૂટી ગયો. ત્યારથી લઈને વૈજ્ઞાનિકો વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આખો દેશ તેમની સાથે ઉભો છે. અને એ ક્ષણની રાહ જોઈ રહ્યું છે જ્યારે લેન્ડર સાથે સંપર્ક થાય. જો કે તેના મનમાં કોઈ ખુણામાં આશંકા છે કે લેન્ડર સાથે સંપર્ક થઈ શકશે કે નહીં. સમય ઝડપથી થઈ રહ્યો છે. માત્ર 14 દિવસ છે ઈસરો પાસે. તેમાંથી ચાર દિવસ જતા રહ્યા છે.

કેટલી આશાઓ છે કાયમ?
સંપર્ક તૂટ્યા બાદ સમય સતત પસાર થઈ રહ્યો છે. જો કે સમય વિતી ગયો હોવા છતા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાની આશાઓ ધૂળમાં નથી મળી, પરંતુ આ લક્ષ્‍યની એક નક્કી કરેલી સીમા છે. 14 દિવસોમાં લેન્ડર સાથે સંપર્ક કરાવવો પડશે.

સમયસીમાની અનિવાર્યતા
21 સપ્ટેમ્બર બાદ ચંદ્ર પર રાત શરૂ થઈ જશે. જે ધરતીના 14 રાતની બરાબર હોય. ચંદ્રની રાતમાં ત્યાંનું તાપમાન -200 ડિગ્રી સેલ્સિલય સુધી ચાલ્યું જાય છે. લેન્ડરમાં લાગેલા ઉપકરણ આટલું ઓછું તાપમાન સહન કરવામાં સક્ષમ નથી.

આવી રીતે થઈ રહી છે સંપર્ક સાધાવાનો પ્રયાસ
અંતરિક્ષમાં હાજર કોઈપણ વસ્તુ સાથે સંપર્ક ઈલેક્ટ્રોમેગ્નિટિક તરંગોથી સાધી શકાય છે. અંતરિક્ષ કમ્યુનિકેશન માટે એક બેન્ડ અને એલ બેન્ડ આવૃતિના તરંગોનો ઉપયોગ થાય છે. જો કે અત્યાર સુધી સંપર્ક તૂટવાના કારણોની ખબર નથી પડી અને એવું લેન્ડર ઉતરવાના રસ્તામાંથયું છે તો તેના સંચાર યૂનિટની પાવર ફેલ થવાના સંભવિત કારણોમાંથી એક હોઈ શકે છે.

જો કે હાર્ડ લેન્ડિંગની સ્થિતિમાં લેન્ડરને આંશિક નુકસાનની આશંકાઓને પણ ફગાવી નથી શકાતી. જો કે વિક્રમ ઑર્બિટર સાથે ધરતી પર બનેલા કેન્દ્રો સાથે પણ સંપર્ક સાધવામાં સક્ષમ છે. સંપર્ક સાધવા માટે કરવામાં આવેલા પ્રયાસો અંતર્ગત ખાસ આવૃતિ વાળા સિગ્નલ છોડવામાં આવે છે. જેને લેન્ડરમાં રાખેલા ઉપકરણ તેને રિસીવ કરી શકે છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે લેન્ડરના એક કે તેનાથી વધુ ઉપકરણ તે સિગ્નલને પકડીને પ્રતિક્રિયા આપી શકે.