Tuesday, September 15, 2026
HomeEntertainmentBollywoodકૃતિ સનુનના ઇન્સ્ટાગ્રામ પર ૨૪ મિલિયન ફેન છે

કૃતિ સનુનના ઇન્સ્ટાગ્રામ પર ૨૪ મિલિયન ફેન છે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મુંબઇ,તા. ૯
બોલિવુડમાં લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી કૃતિ સનુન સોશિયલ મિડિયા પર પણ તેની મજબુત છાપ ઉભી કરી રહી છે. તેની પાસે એકબાજુ નવી નવી ફિલ્મો આવી રહી છે. બીજી બાજુ સોશિયલ મિડિયા પર તેના ચાહકો સતત વધી રહ્યા છે. હવે ઇન્સ્ટાગ્રામ પર તેના ફેનની સંખ્યા વધીને ૨૪ મિલિયન સુધી પહોંચી ચુકી છે. વર્ષ ૨૦૧૫માં સોશિયલ મિડિયા સાથે જાડાઇ ગયા બાદ તેના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોની સંખ્યા ૨૪ મિલિયન અથવા તો ૨.૪ કરોડ સુધી પહોંચી ગઇ છે. તેની બોલબાલા વધી રહી છે. છેલ્લે કૃતિ દિલજીત દોસાંજની ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મમાં તેની સાથે તેની કેમિસ્ટ્રીની પ્રશંસા થઇ હતી. દિલજીત સાથે કૃતિની અર્જુન પટિયાલા નામની ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી હતી. હાલમાં પણ તે અનેક મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે.

તેની પાસે નવી ઓફર પણ આવી રહીછે. કૃતિએ ફેન્સની સંખ્યા ૨.૪ કરોડના આંકડા સુધી પહોંચી ગયા બાદ કૃતિએ આઅંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. કૃતિએ ફોટો જારી કરીને ખુશી વ્યક્ત કરી છે. કૃતિએ તેની કેરિયરની શરૂઆત હિરોપંતિ ફિલ્મ સાથે કરી હતી. ત્યારબાદ દિલવાલે, રાબ્ટા, બરેલી કી બરફી, †ી અને લુકાછુપી ફિલ્મનો સમાવેશ થાય છે. કૃતિ સોશિયલ મિડિયા પર હમેંશા સક્રિય રહે છે. તે પોતાની ખુબસુરત તસ્વીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર શેયર કરતી રહે છે.

પોતાની આગામી ફિલ્મોને લઇને પણ તે આશાવાદી બનેલી છે. તેનુ કહેવુ છે કે તેની પાસે સારી અને અને મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. કૃતિ સનુન બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી છે. તે તમામ યુવા સ્ટાર સાથે હાલમાં કામ કરી રહી છે. જેમાં કાર્તિક આર્યનનો પણ સમાવેશ થાય છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here