કૃષિ કાનૂન વિરુદ્ધ દેખાવો કરી રહેલા લોકો પર લાઠીચાર્જ

0
18
આ વીઆઇપી એરિયાનું પ્રતિબંધિત ક્ષેત્ર હોવાથી પોલીસે બળનો ઉપયોગ કરી પ્રદર્શનકારીઓની માર્ચને રોકવી પડી હતી. પોલીસે કરેલા લાઠીચાર્જમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી.
આ વીઆઇપી એરિયાનું પ્રતિબંધિત ક્ષેત્ર હોવાથી પોલીસે બળનો ઉપયોગ કરી પ્રદર્શનકારીઓની માર્ચને રોકવી પડી હતી. પોલીસે કરેલા લાઠીચાર્જમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી.

પટણા: કૃષિ કાનૂન વિરુદ્ધ દેખાવો કરી શહેરના હાર્દ સમા ભરચક વિસ્તાર-રાજ ભવન તરફ જઇ રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.ખેડૂતોની વિવિધ સંસ્થાઓના સભ્યો અને ડાબેરી વિચારસરણી ધરાવતી સંસ્થાઓના પ્રદર્શનકારીઓના દેખાવોને કારણે રાજધાની પટણામાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઇ હતી. તેઓ ફ્રેઝર રોડથી પણ આગળ વધવા માગતા હતા, પણ ડાક બંગલો ક્રોસિંગ પાસે તેમને રોકી દેવામાં આવ્યા હતા. ડાક બંગલો ક્રોસિંગ વિસ્તારમાં પોલીસનો ભારે ચોકી પહેરો રાખવામાં આવ્યો હતો.રેલીની શરૂઆત ગાંધી મેદાન ખાતેથી થઇ હતી.

આ જાહેર મેદાનના અનેકમાના માત્ર એક જ ગેટમાંથી પ્રદર્શનકારીઓને અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જેની સામે પ્રદર્શનકારીઓએ વાંધો ઉઠાવતા તેમની પોલીસ, વહીવટી અધિકારીઓ સાથે અથડામણ થઇ હતી.

પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે તેમના વિરોધનો સૂર દબાવી દેવા માટે પોલીસે પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મેદાનના સ્થળે નાસભાગ ના મચે તેથી અગમચેતીના પગલા તરીકે એક ગેટમાંથી પ્રવેશની છૂટ આપવામાં આવી હતી.પ્રદર્શનકારીઓ રાજ ભવન સુધી વિરોધ રેલી લઇ જવા માગતા હતા. આ વીઆઇપી એરિયાનું પ્રતિબંધિત ક્ષેત્ર હોવાથી પોલીસે બળનો ઉપયોગ કરી પ્રદર્શનકારીઓની માર્ચને રોકવી પડી હતી. પોલીસે કરેલા લાઠીચાર્જમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.