Tuesday, September 22, 2026
HomeAhmedabadકોલકાતાની હોસ્પિટલ પર સુપ્રીમના આદેશ બાદ સીઆઇએસએફના 150 જવાન તૈનાત

કોલકાતાની હોસ્પિટલ પર સુપ્રીમના આદેશ બાદ સીઆઇએસએફના 150 જવાન તૈનાત

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

કોલકાતા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતાની ચર્ચાસ્પદ આરજી કર હોસ્પિટલ પર અર્ધ સૈન્ય દળ સીઆઇએસએફના ૧૫૦ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. બુધવારે વહેલી સવારે સીઆઇએસએફની એક ટીમને ડીઆઇજી રેંકના અધિકારી આરજી કર હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા કે જ્યાં એક ટ્રેની ડોક્ટરની રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આ જવાનો હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડોક્ટરોના રહેણાંક અને હોસ્ટેલની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથેની ઘટના બાદ કેમ્પસમાં રહેતા અનેક ડોક્ટરો અન્ય સ્થળે જતા રહ્યા છે. બીજી તરફ ડોક્ટરોની સુરક્ષાને લઇને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ અસોસિએશન (ફેઇમા)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સંગઠને કહ્યું હતું કે તાજેતરની ઘટનાઓ વચ્ચે હાલ ડોક્ટરો પર જોખમ વધી ગયું છે. જ્યારે કોલકાતાની આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે હોસ્પિટલના જ એક પૂર્વ અધિકારીએ ગંભીર આરોપો લગાવ્યા છે. સીબીઆઇએ પણ સંદીપ ઘોષની પૂછપરછ કરી હતી. હોસ્પિટલના પૂર્વ ડેપ્યુટી સુપ્રિડેન્ડન્ટ અખ્તર અલીએ દાવો કર્યો છે કે સંદીપ ઘોષ હોસ્પિટલની લાવારિસ લાશોને વેચવાનું રેકેટ ચલાવે છે. તેઓ બાયોમેડિકલ વેસ્ટની તસ્કરી સાથે પણ સંકળાયેલા છે. તેઓ ઇરાદાપૂર્વક વિદ્યાર્થીઓને નાપાસ કરતા હતા, ટેન્ડર ઓર્ડર પર ૨૦ ટકા કમિશન લેતા હતા, પોતાના ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓને દારુ પણ પિવડાવતા હતા, પત્ની સાથે મારપીટ કરી હતી આવા અનેક આરોપ તેમના પર લગાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ ટીએમસીમાં આ સમગ્ર મામલે તડા જોવા મળી રહ્યા છે. ખુદ મમતા બેનરજીના ભત્રિજા અભિષેક બેનરજી પણ પશ્ચિમ બંગાળ પોલીસ જે રીતે મામલાની તપાસ કરી રહી છે તેનાથી ખુશ ન હોવાના સંકેતો મળી રહ્યા છે. આરજી કર હોસ્પિટલના આરોપીનું એન્કાઉન્ટર કરવાની માગણી કરનારા અભિષેક તાજેતરમાં મમતા બેનરજી દ્વારા યોજવામાં આવેલી રેલીમાં નહોતા જોવા મળ્યા. અભિષેક બેનરજી રેલીમાં ગેરહાજર રહીને મમતાને સંદેશો આપવા માગતા હતા કે તેઓ હોસ્પિટલની ઘટના અને તે બાદ પોલીસ દ્વારા કરાયેલી નબળી કાર્યવાહીથી ખુશ નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બદલાપુરમાં બે બાળકીઓના શારિરીક શોષણ બાદ કહ્યું હતું કે સમાજ તરીકે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ તે વિચારવા મજબૂર કરી દે છે, તમામ સરકારો અને પક્ષોએ એક થઇને મહિલાઓની સુરક્ષા માટે ક્યા પગલા લઇ શકાય તેને લઇને ચિંતન મનન કરવું જોઇએ.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here