કોહલી, મીરાબાઈ ચાનૂ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત, હિમા દાસને અર્જુન એવોર્ડ

0
91
SPO-IFTM-virat-kohli-received-khel-ratna-award-and-hima-das-arjun-award-gujarati-news
SPO-IFTM-virat-kohli-received-khel-ratna-award-and-hima-das-arjun-award-gujarati-news

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ વર્ષના રમત જગતના એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ વર્ષે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂને રાજીવગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં પણ વિરાટ કોહલીના નામની ચર્ચા થઇ હતી પરંતુ તેની ત્યારે પસંદગી કરવામાં આવી નહતી. સચિન તેંડુલકર (1997) અને એમએસ ધોની (2007) બાદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર વિરાટ કોહલી ત્રીજો ક્રિકેટર છે.દર વર્ષે આ એવોર્ડ મેજર ધ્યાનચંદના જન્મ દિવસ 29 ઓગસ્ટે આપવામાં આવે છે પરંતુ આ વખતે એશિયન ગેમ્સને કારણે આ એવોર્ડને સપ્ટેમ્બરમાં આપવામાં આવ્યા હતા. વિરાટ કોહલીને જ્યારે ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેની પત્ની અનુષ્કા શર્મા અને પરિવાર હાજર રહ્યો હતો.

આ પ્લેયર્સને મળ્યો એવોર્ડ

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ: વિરાટ કોહલી (ક્રિકેટ), મીરાબાઇ ચાનૂ (વેઇટલિફ્ટિંગ)

અર્જૂન એવોર્ડ: નીરજ ચોપડા (એથલેટિક્સ), જિનસન જોનસન (એથલેટિક્સ), હિમા દાસ (એથલેટિક્સ), એન.સિક્કી રેડ્ડી (બેડમિન્ટન), સતીશ કુમાર (બોકિંસગ), સ્મૃતિ મંધાના (ક્રિકેટ), મનપ્રિત સિંહ (હોકી), સવિતા પુનિયા (હોકી), કર્નલ રવિ રાઠૌડ (પોલો), અંકુર મિત્તલ (શૂટિંગ), રાહી સર્નોબત (શૂટિંગ), શ્રેયસી સિંહ (શૂટિંગ), જી.સાથિયાન (ટેબલ ટેનિસ), મનિકા બત્રા (ટેબલ ટેનિસ), સુમિત (રેસલિંગ), રોહન બોપન્ના (ટેનિસ), પૂજા કાદિયાન (વુશુ), શુભંકર શર્મા (ગોલ્ફ), અંકુર ધામ (પેરા એથલેટિક્સ), મનોજ સરકાર (પેરા બેડમિન્ટન).

દ્રોણાચાર્ય એવોર્ડ: સી.એ.કુટપ્પા (બોક્સિંગ), વિજય શર્મા (વેઇટલિફ્ટિંગ), એ શ્રીનિવાસ રાવ (ટેબલ ટેનિસ), સુખદેવ સિંહ પન્નુ (એથલેટિક્સ), ક્લેરેન્સ લોબો (હોકી, આજીવન), તારક સિન્હા (ક્રિકેટ, આજીવન), જીવન કુમાર શર્મા (જૂડો, આજીવન), વીઆરબીડુ (એથલેટિક્સ, આજીવન)

ધ્યાનચંદ એવોર્ડ: ભરત કુમાર ક્ષેત્રી (હોકી), બોબી અલોયસિયસ (એથલેટિક્સ), ચૌગલે દાદૂ દત્તાત્રેય (કુશ્તી)

તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ: અંશુલ જમ સેનપા (પર્વતારોહી), સ્વર્ગીય રવિ કુમાર (પર્વતારોહી), સાગર પરિક્રમા કરનાર લેફ્ટનન્ટ કમાંડર વર્તિકા જોશી અને તેમની ટીમ (નૌકાયાન), કેપ્ટન ઉદિત થાપર (સ્કાઇ ડાઇવિંગ)