Sunday, November 15, 2026
HomeSportsક્યાં સુધી નહીં રમાડો! ટીમ ઈન્ડિયાની બહાર રહેલા બેટરે ઘરેલુ ક્રિકેટમાં કરી...

ક્યાં સુધી નહીં રમાડો! ટીમ ઈન્ડિયાની બહાર રહેલા બેટરે ઘરેલુ ક્રિકેટમાં કરી ધોલાઈ, 9 છગ્ગા સાથે ફટકારી સદી

Date:

Related stories

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

છેલ્લા ઘણા વખતથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અને IPLમાં સારો દેખાવ કરનાર ક્રિકેટર ઇશાન કિશને ફરીથી પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો છે. ઇશાન કિશનને બોર્ડ દ્વારા ઘરેલુ ક્રિકેટમાં રમવા માટેની સલાહ આપવામાં આવી હતી. જે તેણે સ્વીકારી લીધી હતી અને બૂચી બાબુ ટુર્નામેન્ટમાં ઝારખંડ માટે રમવાનું શરૂ કર્યું હતું.
બૂચી બાબુ ટુર્નામેન્ટમાં વિકેટ કીપર બેટર ઇશાન કિશને 9 છગ્ગા સાથે માત્ર 86 બોલમાં સદી ફટકારી દીધી હતી. મધ્ય પ્રદેશ સામેની મેચમાં ડાબોડી બેટર ઇશાન કિશને ફરી એકવખત પોતાની પ્રતિભાનો પરચો બતાવતા છઠ્ઠા ક્રમે બેટિંગમાં આવીને રમતના બીજા દિવસે સદી ફટકારી દીધી હતી. મધ્ય પ્રદેશ 225માં ઓલ આઉટ થઈ ગયું હતું. ઇશાન કિશને પોતાની પ્રથમ અર્ધી સદી 61 બોલમાં ફટકારી હતી. તેણે 39 બોલના ગાળામાં 9 છગ્ગા ફટકાર્યા હતા. આખરે તેણે 10 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 107 બોલમાં 114 રન ફટકારીને મેદાન છોડ્યું હતું. કિશને 2023માં પ્રવાસના થાકનું કારણ આપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોરમેટમાં બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. બાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેને અને શ્રેયસ ઐય્યરને ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં શ્રેયસ ઐયર મુંબઈ માટે રણજીમાં રમ્યો હતો પરંતુ કિશન સીધો મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં રમતો દેખાયો હતો. જેમાં તેણે 14 મેચમાં 320 રન બનાવ્યા હતા. શ્રેયસ અને ઇશાન કિશન બંનેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રદ થયો હતો.હવે ફરીથી ઇશાન કિશને ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવાનું શરૂ કરતાં નજીકના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના દરવાજા ફરીથી તેના માટે ખૂલી જાય તો નવાઈ નહીં!

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here