Thursday, October 15, 2026
HomeGujaratગાંધીનગર નજીક 700 કિલો ગૌમાસ ભરેલી કાર ઝડપાઈ, એક આરોપી પકડાયો, બીજો...

ગાંધીનગર નજીક 700 કિલો ગૌમાસ ભરેલી કાર ઝડપાઈ, એક આરોપી પકડાયો, બીજો નાસી ગયો

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Gandhinagar News | ગાંધીનગર શહેર નજીક ભાટ સર્કલ પાસે ગૌરક્ષકો દ્વારા બાતમીના આધારે પીછો કરીને કારમાંથી 700 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે એકને ઝડપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. હાલ આ સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

રાજ્યમાં ગૌવંશની કતલે આમ કરીને તેની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક ગૌરક્ષકો આવા તત્વોને પકડવા માટે દોડધામ કરતા હોય છે ત્યારે અમદાવાદ ખાતે રહેતા મનોજભાઈ બારૈયા તેમના મિત્ર સાથે કારમાં એરપોર્ટ બ્રિજથી ભાટ સર્કલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ભાટ પાસે કારમાં ગૌમાંસનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે તેમણે કારનો પીછો કરીને તેને ઝડપી લીધી હતી. જ્યારે તેમાંથી એક શખ્સ ભાગી ગયો હતો જ્યારે ડ્રાઇવર પકડાઈ ગયો હતો.

આજ સમયે ગૌરક્ષકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે, આ કારને ચરેડી પાસે રોકવામાં આવી હતી પરંતુ તેમાં સવાર શખ્સો કાર લઈને નાસી છૂટયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારબાદ તપાસ કરતા આ કારમાંથી 700 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે મીરજાપુર ખાતે રહેતો સાકીર બદરુલ હસન તારુખ અને નાસી ગયેલો મિરઝાપુરનો મહંમદ અબ્દુલ કુરેશી હોવાનું બહાર આવ્યું હતું. એફએસએલ દ્વારા પણ આ માસના જથ્થાને તપાસવામાં આવતા તે ગૌમાંસ જ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here