ગુજરાતના આ સ્થળે અરૂણ જેટલીના અસ્થિનું કરાયું વિસર્જન

0
62

ડભોઇના ચાંદોદ અને કરનાળી વચ્ચેના ત્રિવેણી સંગમ ખાતે અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલીએ અસ્થિઓનું વિસર્જન કર્યુ હતુ.પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા બે ગામો કરનાળી અને ચાંદોદને અરૂણ જેટલીએ દત્તક લીધા હતા. આ પ્રસંગે અરૂણ જેટલીજીના ધર્મ પત્ની સંગીતાબેન જેટલી સહિત તેમનો સમગ્ર પરીવાર અને પરીવારના નજીક એવા પરીન્દુ ભગત ઉર્ફે કાકુભાઈ અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યાં હતા. કરનાળી ગ્રામજનોએ અરૂણ જેટલીની અંતિમ યાદોને સ્મરણ આપતો 15 મિનિટનો વીડિયો રજૂ કરાયો હતો. જેને જોતાં સમગ્ર પરીવારની આંખો ભીંજાઇ ગઇ હતી.