ગુજરાત અને દેશભરમાં ભાજપ સરકાર અને સંગઠનમાં મહિલા નેતાઓની અછત

0
28
shortage of women leaders in the bjp government and-the-gujarat the countryside
shortage of women leaders in the bjp government and-the-gujarat the countryside

ગુજરાતમાંથી આનંદીબેન પટેલની વિદાય અને કેન્દ્રમાંથી પણ ટોચની મહિલા નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ શૂન્યઅવકાશ સર્જાય

આગામી 21અને 22 ડિસેમ્બરે અદાલત પાસેના ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. જેમાં સમગ્ર દેશમાંથી 4000થી વધુ મહિલા પ્રતિનિધિઓ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહીને માર્ગદર્શન પણ આપશે આ સમયે માટે વિવિધ સ્થળોએ મોટા લગાવ્યા છે.

સોશિયલ મીડિયા પર તેનો ધૂમ પ્રચાર કરાઇ રહ્યો છે ભાજપનું હાઇકમાન્ડ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે જ્યારે વાસ્તવિક્તા એ છે કે ગુજરાત સરકાર કે સંગઠનમાં તેમજ દેશભરમાં ભાજપ અને કેન્દ્ર સરકારમાં હવે બહુ ઓછી મહિલા નેતાઓ રહી છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું બિરુદ પામનાર આનંદીબેન પટેલની હકાલપટ્ટી થયા બાદ ગુજરાત ભાજપમાં અન્ય કોઈ તાકતવર મહિલા નેતા જોવા મળતી નથી.

આ જ રીતે દેશભરમાં કે કેન્દ્રની ભાજપ સરકારમાં પણ શક્તિશાળી મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે હાલના કેન્દ્રના બે મંત્રી સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીએ આગામી લોકસભાની ચૂંટણીમાં નહીં લડવાની જાહેરાત કરી દીધી છે તો બીજી બાજુ અન્ય મહિલા સાંસદ સાવિત્રીબાઈ ફૂલે એ પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તે સિવાય ભાજપના અન્ય શક્તિશાળી ગણાતા મહિલા મીનાક્ષી લેખીને પણ હાલ સાઈડમાં કરી દેવાયા છે જેથી કેન્દ્રમાં હવે સ્મૃતિ ઈરાની અને નિર્મલા સીતા રમન શિવાય અન્ય કોઈ મોટું નામ ભાજપ પાસે રહ્યું નથી.

ગુજરાતની હાલત પણ ખૂબ જ ખરાબ છે આમ ભાજપ પાસે ગુજરાત કે રાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓમાં એવો કોઈ મોટો ચહેરો બચ્યો નથી કે જે ચૂંટણીઓમાં મતદારોને આકર્ષીત કરી શકે ભાજપના જ સૂત્રો જણાવે છે કે ભાજપના નેતાઓ અવારનવાર મહિલાઓના સશક્તિકરણની તેમજ મહિલાઓને અનામત આપવાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે પરંતુ હકીકત એવી છે કે આવા નેતાઓએ કે કેન્દ્ર અથવા તો ભાજપની કોઈ સરકારે આ સંદર્ભમાં કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી બીજી બાજુ તાજેતરમાં જ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યા બાદ દેશભરની મહિલાઓમાં પણ ભાજપ માટે નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને સીધો લાભ મળે તેવી કેન્દ્રની કોઈ યોજનાઓ મહિલા મતદારો ને પોતાની તરફેણમાં કરી શકે તેઓ માહોલ પણ હજુ સુધી ઉભો થયો નથી આમ ભાજપમાં મહિલા નેતૃત્વની જાણે અછત સર્જાય છે એવા પ્રસંગે બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન કેટલું સફળ રહે છે તે જોવાનું ખૂબ જ રસપ્રદ બનશે.