ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા : દંડની રકમમાં ઘટાડો

0
26

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. આમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ બનાવેલા નિયમો મુખ્યમંત્રી રૂપાણીએ ફેરવી નાંખ્યા છે. ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો તે માન્ય ગણાશે. તેમજ દસ્તાવેજો સાથે ન હોય તો 15 દિવસમાં રજૂ કરી શકાશે.

લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો

કેન્દ્ર સરકારે નક્કી કરેલી દંડની રકમમાં ફેરફાર

ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે

રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે

લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ

જાહેરમાં રેસ કરવા પર 5000 હજાર દંડ

હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ

Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ

બીજી વખત પકડાયા તો 1000 દંડ

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો

સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ

બાઈક પર થ્રી સીટર પર દંડ રાખ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું

એમ્બ્યુલન્સને જગ્યા ના આપો તો પણ દંડ