ગેંગરેપની ઘટના પર રાહુલે કહ્યું- PMનું મૌન અસ્વીકાર્ય, સરકારને શરમ આવવી જોઈએ

0
58
"NAT-HDLN-congress-president-rahul-gandhi-target-on-pm-modi-silence-about-dushkarma-gujarati-news

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે આંધ્રપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓએ કુરનુલમાં બાળકો સાથે મુલાકાત કરી અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીછેલ્લાં થોડાં દિવસથી દેશમાં અલગ અલગ જગ્યાએ રેપની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓથી દેશમાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ ઘટનાઓ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેઓએ આ મુદ્દે વડાપ્રધાનના મૌન અંગે સવાલ ઉઠાવ્યાં છે.

ટ્વીટ કરી મોદીના મૌન પર કર્યાં સવાલ

– કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરી દેશમાં ફરી એક વખત દીકરીઓની સાથે ગેંગરેપની ઘટનાઓ સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી આ મુદ્દે મૌન છે તે વાત અસ્વીકાર્ય છે.
– રાહુલે લખ્યું કે આવી સરકાર પર શરમ આવે છે જે દેશની મહિલાઓને અસુરક્ષિત અને ડરમાં જીવવા માટે રાખે છે, જ્યારે રેપિસ્ટ બેખૌફ બની ફરી રહ્યાં છે.
– રેવાડી મામલે કોંગ્રેસ પાર્ટી સતત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ઘેરી રહી છે. જેને લઈને અનેક જગ્યાએ પ્રદર્શન પણ કરવામાં આવ્યાં છે.

Rahul Gandhi

@RahulGandhi
India hangs its head in shame as another one of its daughters is brutally gang raped.

Prime Minister, your silence is unacceptable. Shame on a government that leaves India’s women unprotected and afraid and allows rapists to walk free.

2:35 PM – Sep 18, 2018
10K
4,886 people are talking about this
Twitter Ads info and privacy
સરકાર મહિલા બિલ પાસ કરે કોંગ્રેસ સમર્થન આપશે- રાહુલ

– રાહુલ ગાંધીએ સભા સંબોધતા લિંગભેદ પર કહ્યું કે, “પુરૂષોની માનસિકતા એવી થઈ છે કે તેઓ મહિલાઓને પોતાની સમકક્ષ નથી સમજતા. આપણે તેને યોગ્ય કરવું પડશે, તે માટે સમાજમાં બદલાવ લાવવો જરૂરી છે. ત્યારે જ પુરૂષ મહિલાઓને બરાબરનો દરજ્જો આપશે.”
– કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, “આ માટે જરૂરી છે કે પોલીસ અને પોલિટિક્સમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. સંસદમાં મહિલા આરક્ષણ બિલ લાવવું જોઈએ. પરંતુ વડાપ્રધાન આ મુદ્દે મૌન છે. અમે તેમને કહ્યું કે તેઓ મહિલા આરક્ષણ બિલને પાસ કરે, કોંગ્રેસ પૂરું સમર્થન આપશે. પરંતુ તેઓએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા જ ન આપી.