Saturday, September 5, 2026
HomeSportsCricketગોળીની જેમ છૂટેલો બોલ મોં પર વાગ્યો, મેદાન પર જ ઢળી પડ્યો...

ગોળીની જેમ છૂટેલો બોલ મોં પર વાગ્યો, મેદાન પર જ ઢળી પડ્યો ક્રિકેટર અને છવાઈ ગયો સન્નાટો

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

ક્રિકેટના મેદાન પર ઘણી વખત આવી ઘટનાઓ બને છે જે ફેન્સના અને ખેલાડીઓના પણ હૃદયના ધબકારા વધારી દે છે. ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યુજીસનું ક્રિકેટના મેદાન પર થયેલું મોત એ તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે આજ સુધીની સૌથી કરૂણ ઘટના છે. 2014માં બેટિંગ કરતી વખતે બાઉન્સર વાગવાથી તેનું ક્રિકેટના મેદાનમાં જ મૃત્યુ થયું હતું. ત્યારથી ક્રિકેટના મેદાન પર કોઈપણ ખેલાડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય તો લોકોને ચિંતા થવા માંડે છે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી જ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. હવે અમેરિકામાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા.ઉત્તર કેરોલિનાના મોરિસવિલેમાં ચર્ચ સ્ટ્રીટ પાર્ક ખાતે બુધવારે મેજર લીગ ક્રિકેટ (MLC) મેચ દરમિયાન સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સના બોલર કાર્મી લે રોક્સ (Carmi le Roux) ને સિએટલ ઓરકાસ સામે રમતી વખતે માથામાં ગંભીર ઈજા થઈ હતી.

આ ઘટના બીજી ઇનિંગની ત્રીજી ઓવરમાં બની હતી, જ્યારે લે રોક્સ સિએટલ ઓરકાસ ટીમના બેટ્સમેન રેયાન રિકલ્ટન (Ryan Rickelton) સામે ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યો હતો. કાર્મી લે રોક્સે ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો અને રિકલ્ટને તે બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ ફટકારી. બોલર લે રોક્સ કંઈ સમજે તે પહેલા જ બોલ તેના માથામાં વાગી ગયો. આ બોલ એટલો ઝડપથી ગોળીની જેમ તેની સામે આવ્યો કે તેની પાસે પ્રતિક્રિયા કરવાનો સમય નહોતો અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. મેદાન પર હાજર અમ્પાયરે તરત જ મેડિકલ ટીમને બોલાવી હતી. મેદાનમાં હાજર તમામ ક્રિકેટર્સ અને મેદાનની બહારના લોકો પણ આ જોઈને ગભરાઈ ગયા હતા. થોડી વાર તો મેદાન પર સન્નાટો છવાઈ ગયો હતો.જો કે ત્યાર પછી લે રૉક્સને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો અને તેની જગ્યાએ અમેરિકન ક્રિકેટર કોરી એન્ડરસને ઓવર પૂરી કરી હતી. જો કે અત્યાર સુધી આ ઘટના અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા તેમની વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા ચેનલો પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ મેચમાં લે રૉક્સ મેચમાં માત્ર 1.4 ઓવર જ ફેંકી શક્યો હતો. આ દરમિયાન તેણે 11 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી ન હતી. આખરે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે આ મેચ 23 રને જીતી લીધી હતી. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે 20 ઓવરમાં 7 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં સિએટલ ઓરકાસની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 142 રન જ બનાવી શકી હતી.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here