ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 173 અંક નીચે

0
53
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 173.90 અંક નીચે 46079.56 ના સ્તર પર ખુલ્યું છે.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 173.90 અંક નીચે 46079.56 ના સ્તર પર ખુલ્યું છે.

આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 173.90 અંક નીચે 46079.56 ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 45.40 અંકના ઘટાડા સાથે 13512.80ના સ્તર પર થઈ છે. સોમવારે સેન્સેક્સ 154.45 અંકના વધારા સાથે 46,253.46 અંક પર બંધ થયું હતું અને નિફ્ટી 44.30 અંકની તેજી સાથે 13,558.15 અંકના ઉચ્ચ સ્તર પર બંધ થયું હતું. આજે શરૂઆતના કારોબાર દરમિયાન પ્રમુખ શૅર્સમાં ગેલ, ઓએનજીસી, આઈશર મોટર્સ, ગ્રાસિમ અને કોલ ઈન્ડિયાના શૅર તેજી સાથે ખુલ્યા હતા. તેમ જ એક્સિસ બેન્ક. એમ એન્ડ એમ, એસબીઆઈ, ઈન્ફોસિસ અને એશિયન પેન્ટ્સના શૅર લાલ નિશાનમાં ખુલ્યા છે.