ચન્દ્રયાનને ૨૨મી જુલાઇએ લોંચ કરવા ઇસરોનો નિર્ણય

0
20

૧૫મી જુલાઇના દિવસે ટેકનિકલ કારણોસર લોંચને રોકી દેવાતા નિરાશ ફેલાઇ હતી ઃ ટેકનિકલ અડચણો દુર કરાઇ

બેંગલોર,તા. ૧૮
ભારતના મહત્વકાંક્ષી લુનર મિશન ચન્દ્રયાન-૨ને હવે ૨૨મી જુલાઇના દિવસે લોંચ કરવામાં આવનાર છે. આ અંગે ઇસરો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ઇÂન્ડયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ અંગેની માહિતી ટ્‌વીટર કરીને આપી દેવામાં આવી છે. લોંચને લઇને તૈયારી ચાલી રહી હતી. હવે ૨૨મી જુલાઇના દિવસે બપોરે ૨.૪૩ વાગે મહત્વકાંક્ષી ચન્દ્રયાન-૨ને લોંચ કરવામાં આવનાર છે. ચંદ્રયાન-૨નું વચન ૩૨૯૦ કિલોગ્રામ રહેશે. કાર્યક્રમ મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન ૨૦ કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે. ૬૦૩ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે. રવિવારે વહેલી પરોઢે ૨.૫૧ વાગે એન્જનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-૨ની ઉંડાણને રોકવાની ફરજ પડી હતી. ચન્દ્રયાન-૨ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જા કે છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો. વૈજ્ઞાનિકે માહિતી આપતા કહ્યુ છે કે એન્જનમાં લિક્વડ ઓક્સજન અને લિક્વડ હાઇડ્રોજન ભરવાની કામગીરી દરમિયાન કોઇ તકલીફ થઇ ન હતી. ત્યારબાદ હિલિયમ ભરવાનુ કામ ચાલી રહ્યુ હતુ. અમને ૩૫૦ બાર સુધી હિલિયમ ભરવાની જરૂર હતી. સાથે સાથે આઉટપુટને ૫૦ બાર પર સેટ કરવાની જરૂર હતી. યોગ્ય સમયમાં લોંચ કરવા માટેની તૈયારી ચાલી રહી છે.