છેલ્લા બે મહિનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકનો સફાયો, અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર કર્યા

0
6

સેનાએ જાન્યુઆરીમાં ચાર, ફેબ્રુઆરીમાં ત્રણ, માર્ચમાં એક આંતકીને ઠાર કર્યો

પાંચ મહિનામાં સેના સાથેની અથડામણમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા

સેના સતત સરહદ પારથી આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નાપાક ઈરાદાને સફળ થવા દીધા નથી. અહેવાલો અનુસાર, આ બે મહિનામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. આ બે મહિનામાં આતંકવાદીઓએ જોરદાર ઘૂસણખોરી કરી હતી અને સેનાએ તેમને પોતાની શૈલીમાં જવાબ આપ્યો હતો. વર્ષના પહેલા પાંચ મહિનામાં સેના સાથેની અથડામણમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા હતા.જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં ચાર, ફેબ્રુઆરીમાં ત્રણ, માર્ચમાં એક આંતકીને ઠાર કર્યો છે. મે મહિનામાં છ આતંકીઓના મોત સાથે ગ્રાફ વધ્યો હતો અને જૂનમાં 13 આતંકીઓ ઠાર કર્યા. 20મી જુલાઈ સુધી આઠ આતંકવાદીઓના મોતના અહેવાલો મળી રહ્યા છે.આ વર્ષની 1 જાન્યુઆરીથી 20 જુલાઈની વચ્ચે અને 2022ના સમાન સમયગાળા દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં 73%નો ઘટાડો થયો છે. સુરક્ષા નિષ્ણાતોએ આ વલણને આતંકવાદી પ્રવૃત્તિ પર અંકુશ અને સ્થાનિક ભરતીમાં ઘટાડા માટે જવાબદાર ગણાવ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં 1 જાન્યુઆરીથી 20 જુલાઈ વચ્ચે 35 આતંકવાદીઓ માર્યા ગયા, અગાઉના વર્ષે આ જ સમયગાળામાં 131 આતંકવાદીઓ માર્યા હતા. જાન્યુઆરી-જુલાઈ દરમિયાન સ્થાનિક આતંકવાદીઓના મૃત્યુ 95 થી ઘટીને 2022 ના સમયગાળા દરમિયાન આઠ થઈ ગયા હતા.